કુલ્ફી(Kulfi Recipe in Gujarati)

Palak Talati
Palak Talati @cook_27774156
Dubai

આ રેસિપી હું એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી. મને બહુ ગમી એટલે મેં આજે બનાવી છે. આ કુલ્ફી ટેસ્ટમાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને એને બનાવવી બહુ જ સહેલી અને સરળ છે

કુલ્ફી(Kulfi Recipe in Gujarati)

આ રેસિપી હું એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી. મને બહુ ગમી એટલે મેં આજે બનાવી છે. આ કુલ્ફી ટેસ્ટમાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને એને બનાવવી બહુ જ સહેલી અને સરળ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
3 person
  1. ઓરિઓ પેકેટ,
  2. ૧ નાની વાડકીહૂંફાળું દૂધ
  3. કુલ્ફીના મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બે પેકેટ oreo ના લો. એક પેકેટ માં ચાર બિસ્કીટ આવે છે એટલે મેં બે પેકેટ લીધા છે. કુલ 8 બિસ્કીટની મેં કૂલ્ફી બનાવી છે. હવે બધા બિસ્કીટ ને એક મિક્સર જારમાં લઈને તેને ક્રશ કરી નાખો અને એનો બારીક પાઉડર બનાવી દો.

  2. 2

    હવે જે સામગ્રીમાં દૂધ લીધું છે એને હૂંફાળું ગરમ કરી દો. હવે કુલ્ફીના મોલ્ડ તૈયાર કરી લો.

  3. 3

    હવે જે બારીક પાઉડર બનાવ્યો છે એને મોલ્ડ માં ટ્રાન્સફર કરી દો. હવે એ પાવડરની ઉપર જ જે હૂંફાળું ગરમ દૂધ છે એને એમાં મિક્સ કરી દો. હવે એ મિશ્રણને બરાબર ચમચીથી હલાવી દો જેથી દૂધ અને પાઉડર બન્ને અલગ-અલગ ના રહે.

  4. 4

    દૂધ અને બિસ્કીટ પાઉડર મિક્સ કર્યા પછી ફોટામાં બતાવ્યું છે એ પ્રમાણે દેખાશે.

  5. 5

    ની ઉપર સ્ટીક લગાવીને એને ફ્રીઝર માં સાત કલાક માટે મૂકી દો. સાત કલાક પછી કુલ્ફી તૈયાર છે.

  6. 6

    સાત કલાક પછી કુલ્ફીના મોલ્ડ ને કાઢીને એક મિનીટ માટે પાણી માં મૂકી રાખો અને પછી એનેમોલ્ડ માં થી નીકાળો. બસ તૈયાર છે સ્વાદિષ્ટ અને ઠંડી કુલ્ફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Talati
Palak Talati @cook_27774156
પર
Dubai

Similar Recipes