બદામ-પિસ્તા કુલ્ફી (kulfi recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#સાતમ
#ઈસ્ટ
#વેસ્ટ

કુલ્ફી,,,,નામ સાંભળતા જ મોમાં પાણી છૂટે ,,નાના મોટા સહુને ભાવે ,,ભારતના દરેક રાજ્યમાં કુલ્ફી લોકપ્રિય છે ,,દરેક
જગ્યા એ મળતી કૂલ્ફીની એક વિશેષતા પણ છે ,,આકાર,,દેખાવ,,
સ્વાદ,,બનાવટ ,,,દરેકમાં પોતાની એક આગવી ઓળખ ,,જેમ કે રાજસ્થાન તો માવા કુલ્ફી,,
મહારાષ્ટ્ તો ચોપાટી,,,ગુજરાતની મટકા કુલ્ફી,,આમ દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ ધરાવે છે કુલ્ફી,

કુલ્ફી એ આપણું લોકપ્રિય ,,પ્રાચીન ,,પરંપરાગત ,,ડેઝર્ટ છે ,,,જે દૂધને ખુબ ઉકાળીને ઘટ્ટકરી તેમાં જુદા જુદા સ્વાદિષ્ટ ખાદયપદાર્થો,
સુગંધી ,સુકામેવા ઉમેરીને બનાવાય છે ,,
દરેક કૂલ્ફીમાં કોમન ઇન્ગ્રીડન્ટસ છે તે છે કેસર અને સૂકોમેવો ,,,જુદા જુદા આકારના ડબ્બી ,,ગ્લાસ ,વાટકી કે
મોલ્ડમાં ભરીને ,જમાવીને બનાવાય છે ,,અને ઠંડી ઠંડી ખવાય છે ,,પીરસાય છે .
કૂલ્ફિનો દેખાવ ,સ્વરૂપ ,,આઈસક્રિમ થી સૌ અલગ છે અને હા ,,સ્વાદ પણ ,,
દરેક ઋતુમાં તે ડેઝર્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે .ફરાળી હોવાથી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે .
સાતમમાં કોરું ઠંડુ ખાઈને કટલી ગયા હોઈએ છીએ તેથી આઠમમાં કૈક નવીન
હોય તો ઘરના ને પણ મજા પડે ,,એટલે મેં આજે ડેઝર્ટ માં કુલ્ફી બનાવી છે ,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર ફૂલફેટ દૂધ
  2. 1 કપમિલ્ક પાઉડર
  3. 1 કપમિલ્કમેઇડ
  4. 3 ટેબલસ્પૂનબદામપિસ્તાની કતરણ
  5. ચપટીઈલાયચી પાઉડર
  6. ૧૫ થી ૨૦ કેસરના તાંતણા
  7. 1 ટેબલસ્પૂનપિસ્તા સિરપ (મેં માત્ર હલકો લીલો કલર આવે તે માટે વાપર્યું છે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પહોળા જાડા તળિયાની કડાઈમાં દૂધ ઉકળવા મુકો,
    સતત હલાવતા રહો,જેથી તળિયે બેસે નહીં અને પાણી ઝડપથી ઉડે,
    દૂધ અડધા ભાગનું રહે ત્યાં સુધી ઉકાળવું,,કલર પણ બદામી થઇ જશે.
    મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો કેમ કે સીરપ અને મિલ્કમેઇડ વાપર્યું છે,

  2. 2

    હવે આ દૂધમાં મિલ્કમેડ,મિલ્ક પાઉડર ઉમેરો,
    બે થી ત્રણ મિનિટ સુધી ખુબ હલાવતા રહો અને ઉકાળો.
    એક્દુમ ઘટ્ટ મિશ્રણ બની જશે,
    હવે ગેસ બન્દ કરી પિસ્તા સિરપ,ઇલાયચીનો ભૂકો અને પિસ્તા બદામની કતરણ
    ઉમેરી હલાવી લ્યો,બદામપિસ્તા સહેજ સેકી લેવા,

  3. 3

    મિશ્રણ ઠંડુ થાય એટલે કુલ્ફીના મોલ્ડમાં ભરી ડીપફ્રિઝમાં જામવા માટે મુકો
    સાત થી આઠ કલાકમાં સરસ જામી જશે,
    કુલ્ફી તૈય્યાર થઇ જાય એટલે અનમોલ્ડ કરતી વખતે સહેજવાર પાણી માં રાખો
    જેથી આસાની થી અનમોલ્ડ થઇ જશે,

  4. 4

    તો તૈય્યાર છે,,બદામપિસ્તા કુલ્ફી,,
    જન્માષ્ઠમીમાટે સ્પેશ્યલ ડેઝર્ટ,,,અને હા હું તો કાના ને પણ ધરાવીશ,,
    કેમ કે કાના ને પણ દૂધ પ્રિય છે,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ (10)

Dave rita
Dave rita @cook_24425240
વાહ વાહ બહુ જ સરસ રેશીપી બનાવી

Similar Recipes