શીંગદાણા અને તલની ચીકકી (Singdana Til Chikki Recipe In Gujarati)

Palak Talati
Palak Talati @cook_27774156
Dubai

#GA4
#Week18

શીંગદાણા અને તલની ચીકી ઉત્તરાયણના તહેવાર માં બધા જ બનાવે છે અને ગોળ માંથી બનેલી વસ્તુઓ શિયાળામાં બહુ જ હેલ્ધી હોય છે .અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે.

શીંગદાણા અને તલની ચીકકી (Singdana Til Chikki Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week18

શીંગદાણા અને તલની ચીકી ઉત્તરાયણના તહેવાર માં બધા જ બનાવે છે અને ગોળ માંથી બનેલી વસ્તુઓ શિયાળામાં બહુ જ હેલ્ધી હોય છે .અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
3 લોકો
  1. સીંગદાણાની ચીકી બનાવવા માટેની સામગ્રી
  2. 1 બાઉલ અધકચરા વાટેલા શીંગદાણા
  3. ૧ બાઉલ છીણેલો ગોળ
  4. ૧ નાની ચમચીઘી પ્લેટફોર્મ પર ગ્રીસ કરવા માટે
  5. તલની ચીકી બનાવવા માટે ની સામગ્રી
  6. ૧ બાઉલ શેકેલા તલ
  7. બાઉલ છીણેલો ગોળ
  8. ૧ નાની ચમચીપ્રથમ પર ગ્રીસ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    બંને ચીકી માં ચીકી બનાવવાની રીત સરખી જ રહેશે તો અત્યારે સૌપ્રથમ પહેલા સીંગદાણાની ચીકી માટે તમે સીંગદાણાને શેકી લો પછી એના ફોતરા કાઢીને એને અધકચરા વાટી લો.

  2. 2

    પછી ઉપર ના માપ મુજબના પ્રમાણે જે ગોળ લીધો છે એ ગોળને એક પાન માં ગેસ ચાલુ કરીને ઓગળવા મૂકી દો.ગોળ ઓગળી જશે એટલે એને ધીમો તાપ કરી દો અને ગેસની flame સ્લો ટુ મીડીયમ રાખવી. પછી પાયો થવા આવે એટલે ધીમો તાપ કરી ને એકવાર પાણીમાં ગોળ ના પાયા નુ એક ટીપું નાખીને ચેક કરી લેવું કે પાયો થયો છે કે નહીં. 15 સેકન્ડ પછી તેને પાણીમાંથી કાઢીને જોઈ લેવું જોઈએ. જો તુટી જતું હોય તો સમજવું કે પાયો થઇ ગયો છે. પછી એમાં સિંગદાણાનો ભૂકો નાખીને બંનેને બરાબર મિક્સ કરી દેવું આખી પ્રોસેસ દરમિયાન ગેસ ની flame એકદમ સ્લો રાખવી.

  3. 3

    બંને મિક્સ થઇ જાય પછી પ્લેટફોર્મ પર આ આ મિશ્રણને પાથરી દેવું. પછી એક વાટકી અથવા વેલણ બંને ઉપર પાણી લગાવી દેવો પછી જે મિશ્રણ છે અને ફટાફટ ફટાફટ વણી લેવું. જેટલો બને તેટલો પાતળો વણવાની કોશિશ કરવી. પછી એના ઉપર ચપ્પાથી નિશાન કરી દેવા જેથી ઠંડુ થાય એટલે આસાનીથી ટુકડા થઈ શકે. બસ તૈયાર છે સીંગદાણાની ચિક્કી.આ ખાવામાં બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે.

  4. 4

    Same પ્રોસેસ થી મેં તલની અને આખા સીંગદાણાની પણ ચીકી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Talati
Palak Talati @cook_27774156
પર
Dubai

Similar Recipes