ફણસી બટેટાનું શાક(French beans Potato Shak Recipe in Gujarati)

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478

#GA4
#week18
# ફણસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામ ફણસી
  2. બટેટા
  3. ટામેટું
  4. ડુંગળી
  5. દોઢ થી બે ચમચી લાલ મરચું પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ચપટીહળદર
  8. ચપટીહિંગ
  9. થોડી રાઈ
  10. ત્રણથી ચાર ચમચી તેલ
  11. ૪-૫કળી લસણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજીને ધોઈને ઝીણા સમારી લો.

  2. 2

    લસણને ફોલીને ઝીણા પીસ કરી લો. ત્યારબાદ એક લોયામાં વઘાર માટે તેલ મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ તથા હીંગ નાંખીને લસણનો વઘાર કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, ફણસી તથા બટેટા ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરીને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને ધીરા ગેસે ચડવા દો ત્યારબાદ તેમાં બધો જ મસાલો તથા ટમેટાના પીસ ઉમેરીને સરસ રીતે હલાવી લો.

  4. 4

    ત્યારબાદ આ શાક ને એક બાઉલમાં કાઢીને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. પરાઠા સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

ટિપ્પણીઓ

Similar Recipes