લસણીયા સેવ મમરા (Garlic Sev Mamra Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ થી ૪ લોકો
  1. ૧૦ કળી લસણ (સ્વાદ અનુસાર)
  2. ૧૦૦ ગ્રામ બાસમતી મમરા
  3. ૧૫૦ ગ્રામ મિડિયમ સેવ
  4. ૧+૧/૨ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચુ પાઉડર
  5. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  6. ૧/૪ કપતેલ
  7. ચપટીહીંગ
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્ થમ લસણની કળી લો તેને ખરલમા નાખી અધકચરી વાટી લો

  2. 2

    હવે તેમા ૧+૧/૨ ટેબલસ્પૂન જેટલુ મરચુ પાઉડર નાખી ફરી થોડુ વાટી લો પણ અધકચરુ ને એક બાજુ મુકી દો

  3. 3

    હવે એક જાડુ લોયુ લો તેને ગેસ પર મુકો હવે તેમા મમરા નાખી મિડિયમ ગેસે શેકી લો ૫ થી ૭ મિનિટ શેકી બાઉલમા કાઢી લો

  4. 4

    હવે તેજ લોયાને ફરી ગેસ પર મુકો અને તેમા તેલ ઉમેરી ગરમ કરો તેલ સહેજ ગરમ થઈ જાય એટલે તેમા વાટેલુ લસણ મરચુ ઉમેરી તાવેતાથી હલાવી ભેળવી દો અને તરત જ ગેસ બંધ કરી દો

  5. 5

    હવે તેમા હળદર, હીંગ અને સ્વાદ અનુસાર મીઠું ભેળવી દો અને થોડીવાર હલાવી રાખો કે જેથી બધાજ મસાલા ભળી જાય અને કલર આવી જાય

  6. 6

    હવે ફરી ગેસ ચાલુ કરો અને આ મસાલા મા મમરા થોડા થોડા ઉમેરતા જાવ અને ધીમા ગેસે ભેળવતા જાવ એકદમ મસાલો ભળી જાય એટલે તેમા સેવ નાખો અને મમરા સાથે એકદમ મિક્સ કરી લો

  7. 7

    હવે સેવ મમરા એકદમ ભળી જાય એટલે ગેસ બંધ કરી દો અને લોયામા જ દસેક મિનિટ રહેવા દો જેથી એકદમ કિ્સ્પી બને

  8. 8

    હવે તેને એક બાઉલમા કાઢી સવઁ કરો તો તૈયાર છે કિ્સ્પી લસણીયા સેવ મમરા..બહાર કરતા પણ વધુ સ્વાદિષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર

Similar Recipes