તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

#KS3
#Cookpad Gujarati
#Cookpad India

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 2 કપબેસન
  2. ૧/૨ કપપાણી (અથવા જરૂર પૂરતું)
  3. ૨ ચમચીતેલ (લોટ બાંધવા)
  4. ૧ ચમચીતીખું લાલ મરચું
  5. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  6. ૧/૨ ચમચીમરી પાઉડર
  7. ૧/૨ ચમચીઅજમો (થોડો મસળવો)
  8. ૧/૪ ચમચીહિંગ
  9. ૧/૪ ચમચીલીંબુ ના ફૂલ (અથવા ૧ ચમચી લીંબુનો રસ)
  10. ૧ ચમચીમીઠું (અથવા સ્વાદાનુસાર)
  11. તેલ તળવા માટે
  12. ગાંઠિયાનું ઝારો અથવા સંચો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચણાના લોટને બરાબર ચાળી લેવો પછી એક તપેલીમાં પાણી, તેલ, હિંગ, મીઠું અને અજમો લઈ થોડીવાર માટે ફીણવું. સાથે મરચું પણ પાણીમાં જ લઈ શકાય. પણ હું એડ કરવાનું ભૂલી ગઈ એટલે મેં ડાયરેક લોટ માં નાખ્યું.

  2. 2

    હવે ચણાના લોટમાં મરચું ઉમેરી બરાબર મિક્સ કરો પછી એમાં ફીણેલુ પાણી ઉમેરી ગાંઠીયા માટે લોટ તૈયાર કરો લોટ થોડોક ઢીલો રાખવાનો જેથી ગાંઠીયા પોચા બને અને બેકિંગ સોડા ની જરૂર ન પડે.

  3. 3

    હવે મોટા કાણા વાળી સંચા ની જારી લેવી અને બીજી બાજુ તળવા માટે તેલ મૂકવું હવે સંચાને ગ્રીસ કરવો પછી એમાં લોટ ભરી તેલ ગરમ થાય એટલે ગાઠીયા પાડવા, ગાઠીયા ને બંને બાજુ બરાબર થવા દેવા. ગાંઠિયા ગરમ ગરમ હોય ત્યારે થોડીક સંચયમાં ઉપર ભભરાવવાથી ગાઠીયા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે અને વધારે ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes