બાજરી નો વધારેલો રોટલો (Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)

Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt

બાજરી નો વધારેલો રોટલો (Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ વાટકીબાજરી નો લોટ
  2. ૧ ટેબલ સ્પૂનતેલ
  3. ૧ ટી સ્પૂનહળદર
  4. ૧ ટી સ્પૂનલાલ મરચું
  5. ૧ ટી સ્પૂનરાઈ
  6. ૧ ટી સ્પૂનતલ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક થાળીમાં બાજરી નો લોટ લઇ તેમાં થોડું મીઠું ઉમેરો. હવે તેમાંથોડું થોડું પાણી નાખીને લોટને બાંધો.

  2. 2

    હવે બાંધેલા લોટને મીડિયમ સાઇઝના લૂઆ કરી તેને ગોળ વણી લો. પછી તેને કલેડા પર ધીમા તાપે શેકો.

  3. 3

    હવે તૈયાર થયેલા રોટલાને ઝીણા ઝીણા ટુકડા કરીને કટ કરો.એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.રાઈ તતડે એટલે તેમાં તલ ઉમેરો.

  4. 4

    હવે તેમાં ટુકડા કરેલો રોટલો ઉમેરો. પછી તેમાં હળદર,મરચું, મીઠું ઉમેરો અને હલાવી દો. હવે તેને ગેસ પર થોડીવાર કડક થવા દો પછી તેને ઉતારી લો.

  5. 5

    તૈયાર છે તમારો વઘારેલો રોટલો. તેને તમે એકલો પણ કરી શકો છો અથવા તો ચા સાથે પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
પર

ટિપ્પણીઓ

Similar Recipes