મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#MaggiMagicInMinutes
#Collab
મેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે.

મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
મેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. પેકેટ મેગી(સ્પેશિયલ મસાલા સ્પાઈસી)
  2. પેકેટ બ્રેડ
  3. અને ૧/૨ ગ્લાસ પાણી
  4. ૨ ચમચીકોથમીર
  5. ૧/૨ કપમોઝરેલા ચીઝ(રેગ્યુલર ચીઝ પણ ચાલે)
  6. ૪ ચમચીમાખણ
  7. ૩-૪લાલ કે લીલા મરચા
  8. ૨ ચમચીગ્રીન ઓલિવસ
  9. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  10. ચીઝ ક્યુબ(ખમળેલું)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં પાણી ઉકળવા મુકો.
    પાણી ઉકળે એટલે તેમાં મેગી મસાલો અને મેગી નુડલ્સ નાખો.અને કોથમીર પણ નાખી દો.

  2. 2

    મેગી નુડલ્સ બફાય એટલે તેને ઠંડા થવા દો.
    ➡️*મેગીમાં મનગમતા વેજિટેબલ્સ પણ ઉમેરી શકાય છે.
    ➡️*મેગી માં વધારે રસો(પાણી)ન રહે એ ધ્યાન રાખવું.

  3. 3

    બીજી બાજુ બ્રેડને વાટકી કે કટરની મદદથી રાઉન્ડ શેપ માં કાપી લો.અને કિનારી કાઢી નાંખો.

  4. 4

    પછી તેમાથી 1/2બ્રેડને લઈને તેમાં નાના રાઉન્ડ કટર કે નાના ઢાંકણથી કટ કરી લો.
    અને એમાંથી વચ્ચેનો ભાગ કાઢીને રિંગ અલગ કરી દો.

  5. 5

    ત્યારબાદ રાઉન્ડ શેપ વાળી બ્રેડ લઈને તેની કિનારી એ થોડું પાણી લગાડી દો અને ઉપર બ્રેડ ની રિંગ મૂકી દો.

  6. 6

    તે પછી તેમાં વચ્ચેના ભાગમાં મોઝરેલા ચીઝ નાખો.

  7. 7

    અને પછી તેમાં તૈયાર કરેલી એક કે બે ચમચી જેટલી મેગી ઉમેરો.અને ઉપર થી થોડું મોઝરેલા ચીઝ,લાલ મરચાં,ઓલિવ અને ચીલી ફ્લેક્સ ઉમેરો.બધી બ્રેડ આ રીતે તૈયાર કરી લો.

  8. 8

    પછી એક પેન માં બટર લઈ ને બધી બ્રેડ શેકી લો.નીચે થી બ્રાઉન થાય એટલે ઉતારી ખમળેલું ચીઝ નાખી દો.

  9. 9

    અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes