🍰 ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

Bhakti dedania
Bhakti dedania @cook_28207526
શેર કરો

ઘટકો

૧ કલાક ૨૦ મિનિટ
  1. ૩૦૦ ગ્રામ મેંદા નો લોટ
  2. 1 વાટકો દળેલી ખાંડ
  3. 2 ચમચીકોકો પાઉડર
  4. 2 ચમચીચોકો પાઉડર
  5. 1 ચમચીબેકિંગ પાઉડર
  6. 1પેકેટ ઈનો
  7. 4 ચમચીતેલ સ્મેલ વગર નું
  8. 1વાટકો દૂધ
  9. વ્હિપડ ક્રીમ
  10. ચકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૨૦ મિનિટ
  1. 1

    દળેલી ખાંડ અને તેલ મિક્સ કરો

  2. 2

    હવે તેમાં મેંદાનો લોટ ચોકો પાઉડર કોકો પાઉડર બેકિંગ પાઉડર અને ઈનો નાખી મિક્સ કરો.

  3. 3

    હવે એ મીક્સ કરેલા માં જરૂર મુજબ દૂધ ઉમેરો અને ડાર્ક ચોકલેટ ના પીસ કરી નાખો.

  4. 4

    હવે તેને ટીનના ડબ્બામાં તેલ લગાવી થોડો મેંદાનો લોટ છાંટી‌ પછી મિશ્રણ તેમાં નાખો

  5. 5

    હવે ઢોકરીયા માં મીઠું નાખી થોડું ગરમ થવા દો પછી તેમાં ટીન નું વાસણ મૂકી દો. ૪૦ મિનિટ સુધી ચડવા દો. પછી ચેક કરી લો થઈ ગયા પછી બહાર કાઢી લો.

  6. 6

    હવે તેને ત્રણ લેયરમાં કટ કરો

  7. 7

    હવે ગાર્નિશીંગ માટે વ્હિપડ ક્રીમ ને બિટર વડે બીટ કરો

  8. 8

    હવે ત્રણેય લેયર માં ક્રીમ લગાવી દો. પછી ઉપર પણ ક્રીમ લગાવી દો. ચોકો ચિપ્સ ડેકોરેશન કરો.

  9. 9

    તૈયાર છે ચોકલેટ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti dedania
Bhakti dedania @cook_28207526
પર

Similar Recipes