ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#MA
મારી મમ્મી માટે સ્પેશ્યલ ચોકલેટ કેક બનાવી છે હેપી મધર્સ ડે મમ્મી😍🥰😘🌹🌹❤️❤️

ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)

#MA
મારી મમ્મી માટે સ્પેશ્યલ ચોકલેટ કેક બનાવી છે હેપી મધર્સ ડે મમ્મી😍🥰😘🌹🌹❤️❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
ચાર લોકો માટે
  1. 2પેકેટ ગુંડે
  2. 2 ચમચીકોકો પાઉડર
  3. 2 ચમચીમિલ્ક પાઉડર
  4. 2 ચમચીગાયનું ચોખ્ખું ઘી
  5. 1 ચમચીબેકિંગ સોડા
  6. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  7. 1 ચમચીદળેલી સાકર
  8. જરૂર મુજબ દૂધ
  9. ગાર્નીશિંગ માટે ક્રીમ
  10. ચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં બિસ્કીટ ના ટુકડા કરી બારીક ભૂકો કરી લો

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં બિસ્કિટનો ભૂકો લો પછી તેમાં દળેલી સાકર કોકો પાઉડર મિલ્ક પાઉડર નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    પછી તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી બેટર બનાવો ત્યારબાદ તેમાં ચોખ્ખું ઘી બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને એક ચમચી દૂધ ઉમેરી બેટર એક્ટિવ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરો

  4. 4

    પછી ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકો પછી તેમાં સ્ટેન્ડ મૂકો અને કેક ના મોલ્ડમાં ઘી ચોપડી લો

  5. 5

    ત્યારબાદ તેમાં બનાવેલું બેટર રેડી દો પછી ઉપર થાળી ઢાંકીને મીડિયમ ગેસ ઉપર કેકને થવા દો વચમાં એક કે બે વાર ચેક કરતું રહેવું

  6. 6

    ત્યારબાદ કેકને સ્ટીક ની મદદથી ચેક કરી લેવુ સ્ટીક clean આવે તો સમજી લેવું કે આપણે કેક બની ગઇ છે

  7. 7

    ત્યારબાદ કેક ને નીચે ઉતારી દસથી 15 મિનિટ માટે ઠંડી થવા દો પછી ચાકુની મદદથી કિનારી ફેરવી લો

  8. 8

    પછી સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી ઉપરથી cream અને ચોકો ચિપ્સ થી ગાર્નિશિંગ કરો આ કેક એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes