ફરાળી ઉપમા (Farali Upma Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

આપણે ફરાળમાં ઘણી બધી ફ્યુજન વાનગીઓ બનાવતા હોઈએ છીએ આ ફરાળી ઉપમા એનુ જ એક વર્ઝન છે જે ટેસ્ટ માં એકદમ સ્વાદિષ્ટ લાગે છે

ફરાળી ઉપમા (Farali Upma Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આપણે ફરાળમાં ઘણી બધી ફ્યુજન વાનગીઓ બનાવતા હોઈએ છીએ આ ફરાળી ઉપમા એનુ જ એક વર્ઝન છે જે ટેસ્ટ માં એકદમ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ લોકો માટે
  1. 1 વાટકીસામો અથવા મોરૈયો
  2. 1બટાકા ની છીણ
  3. 1 ચમચીઆદુ - મરચાં ની પેસ્ટ
  4. 2 ચમચી તેલ
  5. 1/2 ચમચીરાઈ
  6. 1/2 ચમચીજીરુ
  7. મીઠો લીમડો
  8. સીંધવ મીઠું જરુર મુજબ
  9. દાડમ ના દાણા જરુર મુજબ
  10. ઝીણી સમારેલી કોથમીર
  11. કાજુ અને કીશ્મીશ (ઓપ્શનલ છે)

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મોરૈયાને અથવા સામા ને પાણી થી ધોઇને પાણીમાં પાંચ મિનિટ પલાળી રાખો

  2. 2

    એક કડાઈમાં તેલ લો તેમાં રાઈ, જીરું,મીઠો લીમડો,લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરી બટાકાની છીણ અને મોરૈયો ઉમેરો તેમાં મીઠું ઉમેરી તેને બરાબર ચડવા દો

  3. 3

    મોરૈયો ઉમેરી તેને પાંચ મિનિટ ચડવા દો પછી તેમાં દહીં ઉમેરો અને બે મિનીટ ચડવા દહીં એક ચમચી ઘી ઉમેરો 2 મીનીટ પછી ગેસ બંધ કરી લો

  4. 4

    પછી તેમા કાજુ અને કિસમિસ, કોથમીર અને દાડમના દાણા ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal hitesh panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes