ઉપમા (Upma Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#GA4
#Week5

ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે.

ઉપમા (Upma Recipe In Gujarati)

#GA4
#Week5

ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપરવા નો લોટ
  2. 1 સ્પૂનતેલ
  3. 4 સ્પૂનઘી
  4. 1 સ્પૂનઅડદ દાલ
  5. 2 સ્પૂનમગફળી ના દાણા
  6. 2નાના ગાજર સમારેલા
  7. 2નાની ડુંગળી સમારેલી
  8. 1 સ્પૂનઆદુ પેસ્ટ
  9. 4 નંગલીલા મરચા
  10. 5-6મીઠા લીમડા ના પાન
  11. 1 સ્પૂનકોથમીર સમારેલી
  12. 2 સ્પૂનદાડમ ના દાણા
  13. 1નાની કાકડી સમારેલી
  14. 4 નંગકાજુ
  15. 1 નાની ચમચીરાઈ - જીરું
  16. 1 સ્પૂનહિંગ
  17. 1 નંગટામેટું
  18. 1 સ્પૂનનમક
  19. જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા રવા ના લોટ ને કડાઈ માં નાખી મીડીયમ ગેસ પર 2 થી 3 શેકી લો. લોટ શેકાય જાય એટલે એક બાઉલ માં કાઢી લો.

  2. 2

    હવે એ જ કડાઈ માં એક ચમચી તેલ નાખી મગફળી ના દાણા, ને કાજુ ને મીડીયમ ગેસ પર 1 મિનિટ શેકી લો અને એક બાઉલ માં કાઢી લો.

  3. 3

    હવે એ જ કડાઈ માં વઘાર માટે 4 ચમચી ઘી નાખો. ઘી આવી જાય એટલે રાઈ, જીરું, લીમડો, હિંગ,આદુ પેસ્ટ, લીલા મરચા, અડદ દાલ, ડુંગળી, ગાજર, નમક નાખી 2 મિનિટ શેકી લો.

  4. 4

    બધુ સરખું મિક્સ થઈ જાય એટલે હવે તેમાં શેકેલો રવા નો લોટ, તળેલા મગફળી ના દાણા, જરુરીયાત મુજબ પાણી ઉમેરો અને મિક્સ કરો.

  5. 5

    પાણી બધું શોસાય જાય ત્યાં સુધી ગેસ પર ઉપમા મિક્સ કરતા રહો.

  6. 6

    હવે ઉપમા તૈયાર છે મનપસંદ રીતે ગાર્નીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes