સ્વાદિષ્ટ બ્રેડ ભેળ (Swadist Bread Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્વાદિષ્ટ બ્રેડ ભેળ ની એક પ્લેટ પણ આપને સંતુષ્ટ કરી દે છે કારણકે સામાન્ય રીતે બનતી ટ્રેડિશનલ ભેળ કરતા આમાં ખૂબ જ સ્વાદિષ્ટ બનાવેલા બ્રેડના ટુકડા ઉમેરવામાં આવે છે
આ ભેળ સ્વાદિષ્ટ તો છે પરંતુ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેડ તેમજ ચરબી નું પ્રમાણ સંતુલિત છે આથી પૌષ્ટિક પણ છે.
આ બનાવવા માટે ઉપર પ્રમાણેના બધા ઘટકો એકઠા કરવા. - 2
એક પેનમાં તેલ લો તેમાં રાઇ જીરૂ નાખો તતડે એટલે તેમાં હિંગ નાખી ડુંગળી નાખીને સાંતળો બરાબર સંતળાઈ જાય પછી તેમાં કેપ્સિકમ કાપેલા લીલા મરચાં તથા ટામેટા નાખી ફરીથી એક મિનિટ માટે સાંતળો
- 3
હવે તેમાં સોયા સોસ ટોમેટો સોસ અને લાલ મરચાંનો ભૂકો હળદર ગરમ મસાલો ધાણાજીરું વગેરે નાખીને બરાબર મિક્સ કરો અને એકાદ મિનીટ પાકવા દો સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્સ કરો.
- 4
હવે તેમાં ટોસ્ટ કરેલ બ્રેડના ટુકડા તેમજ અધકચરો ખાંડેલો સેકેલ શીંગ દાણા નો ભૂકો નાખી બરાબર મિક્સ કરો.
જેથી બ્રેડ ટુકડા પર મસાલો બરાબર ચઢી જાય. - 5
બ્રેડના ટુકડા થોડા ઠંડા પડે એટલે એક ટ્રેમાં લો. તેમાં બાફેલા ચણા કાપેલા બાફેલા બટેટાના ટુકડા ઉમેરી મિક્સ કરો
- 6
હવે તેમાં મમરા અને સેવ નાખી બરાબર મિક્સ કરો અને તેમાં લસણની ચટણી આમલીની ગોળ ની ચટણી અને લીલી ચટણી નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો.
- 7
અને હવે છેલ્લે તેની પર ઝીણી સેવ ભભરાવો કાપેલી ડુંગળી ભભરાવો અને થોડા સેકેલ શીંગદાણા અને કોથમીર થી ગાર્નીશ કરો અને આ ખૂબ જ સ્વાદિષ્ટ બ્રેડ ભેળ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
#GA4#Week26આ રેસિપિ રાજકોટ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે Kirtee Vadgama -
-
-
-
નમકીન ફ્રેંચ ટોસ્ટ વીથ પપૈયા સ્મુધી (Namkeen French Toast With Papaya Smoothie Recipe In Gujarati)
#GA4 #Week23 Vatsala Popat -
-
-
-
-
-
-
ચટાકેદાર ભેળ (Chatakedar Bhel Recipe In Gujarati)
#GA4#Week26જયારે પણ એકદમ ચટપટું કઈ ખાવું હોય ત્યારે ભેળ જ યાદ આવે અને ખાવા ની પણ એટલી જ મજા આવે છે. Maitry shah -
-
-
-
-
-
ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)
#GA4#WEK14#CABBAGEઆ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kala Ramoliya -
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
આજે મેં ચટપટી ભેળ બનાવી છે. બાળકો અને નાના મોટા સૌને પ્રિય હોય છે. ભેળ#GA4#Week26#ભેળ Chhaya panchal -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)