શેર કરો

ઘટકો

  1. ૨ કપકણકીનો (ચોખા) લોટ
  2. ૨ ચમચીસાબુદાણા (કણકીનો લોટ દડતી વખતે વખતે એડ કરવા)
  3. ૪ કપપાણી
  4. ૫-૭ તીખા લીલા મરચા
  5. ૧ ટી સ્પૂનઅજમો
  6. ૧ ટી.સ્પૂનજીરુ
  7. ૧/૪ ટીસ્પૂનપાપડી ખારો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક મોટી તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો બીજી બાજુ મરચાને ઝીણા ચોપ કરવા. પાણી થોડું ગરમ થાય એટલે તેમાં અજમો, જીરુ અને મરચાં ઉમેરો પાણી નો કલર બદલાય અને બરાબર પાણી ઉકળે પછી એમાં મીઠું અને પાપડી ખારો ઉમેરો અને છેલ્લા ચોખાનો લોટ ઉમેરી વેલણથી ગઠ્ઠા ન પડે એ રીતે બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે લોટને બાફવા માટે ઇડલીના કુકરમાં થાળીમાં મોટા લૂઆ કરી બાફવા મૂકો 15 મિનિટ પછી ચેક કરો.

  3. 3

    લોટ બફાઈ જાય પછી એને બરાબર મસળી એના લૂઆ કરી પ્લાસ્ટિકની કોથળી વચ્ચે ગુલ્લુ મૂકી ને હલકા હાથે વણીલો, આ પ્રોસેસ આપણી કરવાના મશીન થી પણ કરી શકાય પછી મોટા પ્લાસ્ટિક પર તેને સૂર્યના તાપમાં સુકવી દો.

  4. 4

    એને પૂરેપૂરું સુકાતા બેથી ત્રણ દિવસ થાય છે અને એને આખું વરસ સ્ટોર કરાય છે.

  5. 5

    બનેલી પાપડી ને તેલમાં તળીને અને શેકીને પણ ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes