અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)

#CT
અમદાવાદ માં પશ્ચિમ અમદાવાદ ના ગોતા બ્રિજ ની નીચે અંબિકા દાળવડા પ્રખ્યાત છે. મેં આજે અમારા સિટી ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે બધા ને ગમશે.ભૂલચૂક હોય તો માફ કરશો. પ્રખ્યાત વાનગી બનાવવી એ સહેલી નથી હોતી. એટલે મેં જાતે જ એમાં થોડા ફેરફાર સાથે મારી વાનગી બનાવી દીધી.સરસ બની એટલે તમારી સાથે હું શેર કરું છું
અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
#CT
અમદાવાદ માં પશ્ચિમ અમદાવાદ ના ગોતા બ્રિજ ની નીચે અંબિકા દાળવડા પ્રખ્યાત છે. મેં આજે અમારા સિટી ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે બધા ને ગમશે.ભૂલચૂક હોય તો માફ કરશો. પ્રખ્યાત વાનગી બનાવવી એ સહેલી નથી હોતી. એટલે મેં જાતે જ એમાં થોડા ફેરફાર સાથે મારી વાનગી બનાવી દીધી.સરસ બની એટલે તમારી સાથે હું શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને 5 થી 6 કલાક પલાળી ને રાખો.દાળ પલળી જશે એટલે ફૂલી જશે ને. દાળ ના ફોતરાં છુટા પડશે. તેમાં મીઠું, લીલા મરચા સમારેલા ઉમેરો
- 2
ત્યારબાદ તેમાં આદુ છોલી ને કટકા કરીને ઉમેરો અને મીકસર માં દાળ ને વાટી લો.એટલે ખીરું તૈયાર હવે તેમાં સમારેલી કોથમીર ઉમેરો. અને ખીરું ને એક જ સાઈડ બરાબર ફીણવા નું એટલે ખીરું સોફ્ટ અને ફ્લફી થઈ જશે.
- 3
બધું બરાબર મીક્સ કરો. હવે ગેસ ચાલુ કરીને તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુધી ફરીથી ખીરા ને ફીણવું. તેલ ગરમ થાય એટલે ખીરા માંથી દાળ વડા બનાવો. બધા દાળ વડા બની જાય એટલે ગેસ બંધ કરી લો
- 4
તૈયાર છે અમદાવાદ ના પ્રખ્યાત દાળ વડા. દાળ વડા ને ડુંગળી અને મરચા સાથે સર્વ કરો.
- 5
દાળ ને મીકસર માં વાટતી વખતે પાણી ના હોવું જોઈએ દાળ માં.
**દાળ વડા ના ખીરા ને હાથેથી ફીણવું જરૂરી છે. ફીણવા થી જ વડા અંદર થી સોફ્ટ બને છે - 6
તમને યોગ્ય લાગે તો દાળ ના ફોતરાં અલગ થાય છે એ કાઢી શકો છો. મેં ફોતરા સાથે દાળ ને વાટી છે.
ફોતરાં સાથે દાળ ને વાટી છે એટલે કલર લીલો આવ્યો છે ખીરા નો
Similar Recipes
-
અમદાવાદ સ્પેશ્યલ દાળવડા (Ahmedabad Special Dalvada Recipe In Gujarati)
#KERઆ દાળવડા અમદાવાદ નાં ખુબ જ પ્રખ્યાત છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે. Arpita Shah -
દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
#SF#street_food#Dalvada#magdal#deepfry#Ahmedabad#monsoon_special#cookpadindia#cookpadgujrati શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે. Shweta Shah -
દાળવડા (Dalvada recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ18ગુજરાત નું અને ખાસ કરી ને અમદાવાદ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ દાળવડા થી સૌ કોઈ જાણકાર છે. વરસાદી મોસમ માં વધુ ખવાતા દાળવડા તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. વરસાદ આવતા ની સાથે દાળવડા અને ગરમ ચા ની ફરમાઈશ આવી જ જાય છે.બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ અને સ્પોનજી દાળવડા ઘરે પણ બહાર જેવા જ બની શકે છે. Deepa Rupani -
અમદાવાદના ફેમસ દાળવડા(amdavad Na famous Dalvada in Gujarati)
#સ્નેક્સફક્ત મગની છોતરાવાળી દાળ થી બનતા અમદાવાદના ફેમસ દાળવડા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને ગરમા ગરમ દાળવડા સાથે તળેલા મરચાં અને ડુંગળી ખુબજ સરસ લાગે છે Kalpana Parmar -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#CTઅમારે ત્યાં ગોતા ચોકડી આગળ ના અંબિકાના દાળવડા ખૂબ જ ફેમસ છે Nayna Nayak -
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
ચોમાસાની શરૂઆત થાય એટલે તરત જ આપણે બધાને ગરમાગરમ ભજીયા, ગોટા કે દાળવડા ખાવાની ઈચ્છા થાય છે. તો હવે વરસતા વરસાદમાં દાળવડા લેવા માટે લાઇનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#દાળવડા#vada#dalwada Mamta Pandya -
-
દાળવડા(Dalvada recipe in Gujarati)
#trendદાળવડા નામ સાંભળતાં મોં માં પાણી આવી જાય. દાળવડા અલગ અલગ રીતે બનતા હોય છે. અહીં આજે ત્રણ દાળ ને મિક્સ કરીને બનાવું છું.જે સ્વાદ માં ટેસ્ટી બને છે.દાળવડા ને ચા, ડુંગળી, તળેલા લીલા મરચા અથવા તમારી પસંદની ચટણી સાથે ગરમ ગરમ સવારના નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકાય છે.અહીં મેં લીલી ચટણી અને સોસ સાથે સર્વ કયાૅ છે. Chhatbarshweta -
ચણાની દાળ ના દાળવડા (Chana Dal Dalvada Recipe In Gujarati)
વરસાદ સાથે દાળવડા અને ચા ખાવાની મજા જ અલગ હોઈ છે. Kunjan Mehta -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
મગની દાળ ના દાળવડા ખાવાની મજા જ કંઈ ઔર હોય ને...#CF Jayshree Soni -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#TREND #Week1 આજે મેં અમદાવાદ ના ફેમસ દાળવડા બનાવ્યા છે. charmi jobanputra -
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha -
દાળવડા(dalvada recipe in gujarati)
#નોર્થ #પોસ્ટ ૩સૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. ચાલો દાળવડા બનાવવાની વિધિ જોઈ લો. DhaRmi ZaLa -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
દાળવડા બહુ ફેમસ રેસિપી છે. દાળને પલાળીને ગ્રાઈંડ કરીને બનાવવામાં આવે છે. અલગ અલગ દાળના મિશ્રણ લઇ શકાય છે. મેં અહીં ચણાની દાળ અને મગની દાળ નું મિશ્રણ લીધું છે. Jyoti Joshi -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 9Ye Mausam Ka Jadu Hai MitwaNa Abb Dilpe ❤ Kabu Hai MitwaNaina DALWAD Dekhake Kho GayeKhaneko Diwane Se Ho Gaye...Nazara woh Harsu Hai Mitwa... Ketki Dave -
😋 "દાળવડા" 😋 (ધારા કિચન રસિપી)
😋આજે કાળી ચૌદસ હોવાથી મે દાળવડા બનાવીયા છે દાળવડા ને જોતા મોઢામાં પાણી આવી જાય છે ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે સારા નાસ્તો કરવાનું મન થાય તો મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. દાળવડા લીલી ચટણી અને ડુંગળી સાથે ખાવાની મજા પડી જાય છે 😋#દિવાળી Dhara Kiran Joshi -
દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
#Trend2#Mypos45#dietrecipeદાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે. Hetal Chirag Buch -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
-
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#Famવરસાદ ચાલુ થાય અને દાળવડા અને ભજીયા ખાવા ની ઈચ્છા થઈ જાય. અમારા ઘરે દાળવડા એ ઓલટાઇમ ફેવરિટ છે.હું અલગ અલગ દાળ ને ભેગી કરી ને મારુ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું. Alpa Pandya -
દાળવડા (dalvada recipe in Gujarati)
ચોમાસાં માં વરસાદ હોય ત્યારે અમદાવાદીઓને દાળ વડા પહેલા યાદ આવે.થોડોક વરસાદ પડ્યો નથી કે દાળવડા ની લારી અને દુકાનો ઉપર લાઈન લાગી જાય છે આમ તો બારેમાસ દાળવડા મળતા હોય છે પણ ચોમાસામાં વરસતા વરસાદમાં ગરમાગરમ ચા જોડે દાળવડા મળી જાય તો મજા આવી જાય.#સુપર સેફ 3#cookpadindia Bansi Chotaliya Chavda -
મસાલા વડાઈ(Masala Vadai Recipe In Gujarati)
#સાઉથપ્રાદેશિક વાનગી ઓની શ્રેણી માં આજે મેં તામિલનાડુ ની સ્નેક માં પીરસવામાં આવતી વાનગી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ બની છે Dipal Parmar -
દાળવડા(Dal Vada recipe in Gujarati)
#trend2 વડોદરા અને અમદાવાદ ના ફેમસ કહો કે લોક પ્રિય એવા દાળવડા Dimple 2011 -
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
# બ્રેકફાસ્ટ રેસીપી#ગુજરાતી સ્ટ્રીટ ફુડ#ક્રિસ્પી,કુરકુરે, ગરમાગરમ ચણા ના દાળવડા Saroj Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ (12)