દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SF
#street_food
#Dalvada
#magdal
#deepfry
#Ahmedabad
#monsoon_special
#cookpadindia
#cookpadgujrati
શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 3/4 કપમગ ની ફોતરાં વાળી દાળ
  2. 1/4 કપમગની મોગર દાળ
  3. 2લીલા મરચા
  4. પા ચમચી સુકું આદુ અથવા તો સૂંઠ
  5. પા કપ ઝીણી સમારેલી કોથમીર દાંડી સાથે
  6. ચપટીહિંગ
  7. તો સ્વાદ અનુસાર
  8. તળવા માટે તેલ
  9. સાથે સર્વ કરવા માટે: તળેલા મરચાં અને ખાટી મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બન્ને દાળને મિક્સ કરી ને પાણી ઉમેરીને ત્રણથી ચાર વખત ધોઈ કાઢો. હવે પાણી ઉમેરીને ઢાંકીને 6/7 કલાક માટે રહેવા દો પછી હળવા હાથે સહેજ મસળીને બે થી ત્રણ વખત ધોઈને તેના ફોતરા કાઢી લો.

  2. 2

    હવે પાણી વગર જ આ દાળને મિક્સર જાર માં લઈને, તેમાં મરચાના ટુકડા કરીને ઉમેરી દો. પલ્સ બટન વડે થોડી થોડી કરીને અધકચરી દાળ વાટી લો. હવે તેમાં બાકીના મસાલા ઉમેરી હાથ વડે પાંચથી સાત મિનિટ માટે સતત શેણી લો જેથી ખીરું હલકું થઇ જશે.

  3. 3

    હવે ગરમ તેલમાં મધ્યમ તાપે હાથ વડે ખીરામાંથી દાળવડા પાડી ને તળી લો. (તળવાના દરેક ઘાણ વખતે ખીરું થોડુંક હાથ વડે ફીણી લેવું જેથી દાળવડા અંદરથી સરસ જાળીદાર બનશે)

  4. 4

    અહીં જૈન દાળવડા મેં બનાવ્યાં છે. (રેગ્યુલર દાળવડા બનાવવાં માટે ખીરા માં આદું લસણ ની પેસ્ટ ઉમેરી શકાય સાથે કાંદા ની સ્લાઈસ સર્વ કરી શકો. સાથે પાઉં પણ સર્વ કરી શકો છો.)

  5. 5

    તો તૈયાર છે ગરમા ગરમ અમદાવાદના પ્રખ્યાત એવા, અમદાવાદીઓના મનપસંદ એવા, ચોમાસામાં અતિપ્રિય એવા દાળવડા સર્વ કરવા માટે. જેને અહીં તળેલા મરચા અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes