સુરેન્દ્રનગર ના ફેમસ સમોસા (Surendranagar Famous Samosa Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#CT
હું હરીતા મેંઢા સુરેન્દ્રનગર થી આજે મેં અહીંયા સુરેન્દ્રનગર ના ફેમસ રાજેશ ના સમોસા ની રેસિપી શેર કરી છે કે જે અહીં ના ખુબ જ ફેમસ છે. યુટ્યુબ પર એનો વીડિયો પણ તમે જોઈ શકશો.

સુરેન્દ્રનગર ના ફેમસ સમોસા (Surendranagar Famous Samosa Recipe In Gujarati)

#CT
હું હરીતા મેંઢા સુરેન્દ્રનગર થી આજે મેં અહીંયા સુરેન્દ્રનગર ના ફેમસ રાજેશ ના સમોસા ની રેસિપી શેર કરી છે કે જે અહીં ના ખુબ જ ફેમસ છે. યુટ્યુબ પર એનો વીડિયો પણ તમે જોઈ શકશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબાફી ને મેશ કરેલા બટાકા
  2. 2-3 નંગડુંગળી ઝીણી સમારેલી
  3. 1-2 ટેબલ સ્પૂનલસણ ની ચટણી
  4. 2-3 નંગલીલાં મરચાં ઝીણાં સમારેલાં
  5. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  7. 1/2 ટીસ્પૂનહળદર
  8. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2ટેબલ સ્પૂન
  11. તળવા માટે તેલ
  12. 2 ટેબલ સ્પૂનમેંદો
  13. પાણી જરૂર મુજબ
  14. 15-16 નંગસમોસા પટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બટાકા અને બધા મસાલા લઈ બરાબર મિક્સ કરી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરીને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ચડવા દો પછી તેમાં મરચાં અને લસણ ની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો પછી તેમાં બટાકા નું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી લો. એક બાઉલમાં મેંદો લઈ તેમાં પાણી ઉમેરી સ્લરી બનાવી લો

  3. 3

    મિશ્રણ ઠંડુ થાય એટલે સમોસા પટી માં ભરી સમોસા વાળી સાઈડ્સ ને મેંદા ની સ્લરી લગાવી સીલ કરી લો. આ રીતે બધા સમોસા વાળી લો.

  4. 4

    કડાઈમાં તેલ ગરમ કરી મિડીયમ ટુ હાઈ ફલેમ પર ક્રીસ્પ થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    તૈયાર સમોસા ને મનપસંદ ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes