સંભાર (Sambhar Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#KS5
સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

સંભાર (Sambhar Recipe In Gujarati)

#KS5
સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧૫૦ ગ્રામ તુવેરની દાળ
  2. ૧૦૦ ગ્રામ મગની મોગર દાળ
  3. સરગવાની શીંગ
  4. નાનું રીંગણ
  5. બટાકુ
  6. ૧ નંગડુંગળી
  7. ૧ નંગટામેટું
  8. લીલું મરચું
  9. આદુની પેસ્ટ
  10. ૧/૨ ચમચીગોળ
  11. ૧ ચમચીસંભાર મસાલો
  12. ૧ ચમચીલાલ મરચું
  13. ૧/૨હળદર
  14. ૧/૪ ચમચીહિંગ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. વઘાર માટે
  17. ૩ ચમચીતેલ
  18. ૧/૨રાઈ જીરું
  19. તજનો નાનો કટકો
  20. લવિંગ
  21. સ્ટાર
  22. લાલ સૂકું મરચું
  23. પાન લીમડાના
  24. ૨ ચમચીઆમલીનું પાણી
  25. ૧/૨ ચમચીચણાની દાળ
  26. ૧/૨ ચમચીઅડદની દાળ
  27. ૧/૪ ચમચીમેથી ના દાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ રીતે બંને દાળ લઈ બે થી ત્રણ વાર ધોઈ લેવી અને પંદરથી વીસ મિનિટ દાળને પલાળી રાખવી.

  2. 2

    પછી દાળને કુકરમાં નાખી સાતથી આઠ સીટી કરી અને બાફી લેવી. સરગવાની સિંગને બાફી લેવી.

  3. 3

    આ રીતે બધી સામગ્રી તૈયાર કરી લેવી અને બધા શાકભાજીને ઝીણા સમારી લેવા‌.

  4. 4

    પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, લીમડો, લાલ સૂકું મરચું, તજ, લવિંગ, બાદિયા, અડદની દાળ,ચણાની દાળ એ બધું નાખી અને વઘારને સાતળી લેવો.

  5. 5

    પછી તેમાં ડુંગળી, સરગવાની શીંગ ઝીણું સમારેલું રીંગણ, ટામેટું અને બટાકુ બધું ઉમેરી અને વધુ શાકભાજી સાંતળી લેવું.

  6. 6

    પછી તેમાં બધો મસાલો કરવો અને આમલીનું પાણી પણ ઉમેરી દેવું.

  7. 7

    પછી બાફેલી દાળ ઉમેરી અને પંદરથી વીસ મિનિટ દાળને ઉકળવા દેવી. દારૂ ચડી જાય એટલે તેમાં ઉપરથી સંભાર મસાલો ઉમેરવો. પછી બે મિનીટ પછી ગેસ બંધ કરી દેવો.

  8. 8

    તૈયાર છે સંભાર તેની ઉપર ખમણેલું નાળિયેર અને કોથમીરથી સંભારને ગાર્નીશ કરવો. પછી તેને ઇડલી અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes