કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#KS5
#સૂકવણી
#cookpadindia
મેથી ની સૂકવણી
હમણાં લીલી મેથી ની સીઝન છે એટલે એકદમ તાજી અને મસ્ત મેથી આવે.આ સીઝન માં મેથી ને સૂકાવી ને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.સસ્તી પણ પડે અને ચોખ્ખી પણ મળે.મેથી ને ડ્રાય કરવા માટે ૨/૩ રીત છે.તેને આ રીતે ડ્રાય કરશો તો એકદમ ગ્રીન જ રહેશે .તો ચાલો...

કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)

#KS5
#સૂકવણી
#cookpadindia
મેથી ની સૂકવણી
હમણાં લીલી મેથી ની સીઝન છે એટલે એકદમ તાજી અને મસ્ત મેથી આવે.આ સીઝન માં મેથી ને સૂકાવી ને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.સસ્તી પણ પડે અને ચોખ્ખી પણ મળે.મેથી ને ડ્રાય કરવા માટે ૨/૩ રીત છે.તેને આ રીતે ડ્રાય કરશો તો એકદમ ગ્રીન જ રહેશે .તો ચાલો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેથી ની તાજી ભાજી જોઈતા પ્રમાણ માં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ની ભાજી ના પત્તા મૂળિયાં માંથી અલગ કાઢી લો.તેને પાણી થી બરાબર ધોઈ લો.પછી તેને ચારણી માં કાઢી પાણી નિતારી લો.

  2. 2

    પાણી નિતરી ગયા પછી તેને કટ કરી લો.

  3. 3

    બધી ભાજી કટ કરી લીધા પછી તેને એક મોટા કપડા માં પહોળી કરી ને પાથરી દો. સિંગલ થર કરવો એક બીજા પર n પાથરવી.જેથી જલ્દી સુકાઈ જાય.મેથી ને ઘર માં જ પંખા નીચે સુકાવવી. થોડી થોડી વારે હલાવતા રહેવું.સવાર થી સાંજ સુધી પંખા નીચે સુકવવી.થોડી સુકાઈ જશે 1/2થઈ જશે.

  4. 4

    હવે હજી એકદમ ડ્રાય હું ૨ રીત થી કરું છું.જેનાથી મેથી નો કલર એકદમ ગ્રીન j રહેશે.૧.આ મેથી ને માઇક્રો વેવ,અથવા ઓવન માં ડ્રાય કરાય.માઇક્રોવેવ માં હાઈ પાવર પર ૨/૩ વખત મૂકવી ક્રિસ્પી થાય ત્યાં સુધી.અને oven ma ૧૭૦ par ૨-૨ minute કરી ને ક્રિસ્પી થાય ત્યાં સુઘી કરવી. એક વખત કર્યા પછી ઉપર નીચે કરતા રહેવું.

  5. 5

    ૨.અધકચરી સુકાયેલી મેથી ને એક પહોળી પ્લેટ માં એક જ થર થાય તે રીતે ફ્રીઝ માં ખુલ્લી રાખી મૂકવી.૨/૪ દિવસ માં સુકાઈ જશે.તૈયાર છે એકદમ natural ગ્રીન કલર ની કસૂરી મેથી.airtight કન્ટેનર માં ભરી ને ફ્રીઝ માં આખું વર્ષ સાચવી શકાય છે.દાળ ફ્રાય,પંજાબી સબ્જી,પરાઠા વગેરે માં નાખવા થી ટેસ્ટ એકદમ enhance થઈ જશે..

  6. 6

    Note: મેથી ને તડકા માં સુકાવવાથી તેનો કલર પીળો થઈ જશે.ગ્રીન નહિ રહે.

  7. 7

    Aavi j રીતે કોથમીર,ફુદીનો પણ સૂકવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes