વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#CT
#મારા સિટી વડોદરા ની ફેમસ વાનગી પ્યારેલાલ ની ભેળ કચોરી

આમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે. એમાં પણ વડોદરા ની જે ફેમસ વાનગીઓ છે તે વિદેશ બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. એવી જ રીતે વડોદરા સિટી ની ફેમસ મંગળબજાર ના લહેરીપુરા ના ખાંચા ની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે ભેળ કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે.
આ વડોદરા ની પ્યારેલાલ ની કચોરી તો હું નાનપણ થી ખાતી આવું છું. કારણ કે મારું નેટિવ પ્લેસ જ વડોદરા છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી મને શૉપિંગ કરવા સિટી માં લઇ જાય ત્યારે અચૂક થી આ પ્યારેલાલ ની કચોરી ખવડાવે જ. એ કચોરી એટલી મોટી હોય છે કે એ મોંઢા માં પણ આખી જતી નથી...પરંતુ તમે આ ભેળ કચોરી એક જ ખાવ તો પેટ ભરાઈ જાય છે...તો તમે પણ જ્યારે વડોદરા ની મુલાકાત લો તો આ પ્યારેલાલ ની કચોરી અવશ્ય ટેસ્ટ કરજો.. મેં પણ પ્યારેલાલ કચોરી જેવી જ કચોરી બનાવવાનો પ્રયાસ કર્યો છે...જે એકદમ ટેસ્ટી, સ્વાદિસ્ટ ને એકદમ ક્રિસ્પી બની હતી...😋😍🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
8 કચોરી
  1. 🎯 કચોરી ના કણક ના ઘટકો :--
  2. 1 કપમેંદો
  3. 3 ટેબલ સ્પૂનરવો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 2 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  6. હુફાડું ગરમ પાણી જરૂર મુજબ
  7. તેલ જરૂર મુજબ તળવા માટે
  8. 🎯 કચોરી ના ફિલિંગ માટે ડ્રાય મસાલાના ઘટકો :-
  9. 2 ટેબલ સ્પૂનઆખા સૂકા ધાણા
  10. 1 ટેબલ સ્પૂનવરિયાળી
  11. 1 ટેબલ સ્પૂનબેસન
  12. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  15. 1/2 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  16. 🎯 લીલી ચટણી ના ઘટકો :--
  17. 1 કપલીલી કોથમીર
  18. 1/2 કપફુદીના ના પાન
  19. 2 નંગલીલાં મરચાં
  20. 1/2 નંગઆદુનો ટુકડો
  21. 1/2 ટી સ્પૂનજીરું
  22. 1/2 ટી સ્પૂનમીઠું
  23. 1/2 ટી સ્પૂનલીંબુ નો રસ
  24. 2 ટેબલ સ્પૂનદાળિયા
  25. 2 ટેબલ સ્પૂનજીની સેવ
  26. 3-5 નંગબરફ ના ટુકડા
  27. 2 ટેબલ સ્પૂનઠંડુ પાણી
  28. 🎯 કચોરી એસેમ્બલ ના ઘટકો :--
  29. 1મોટો બોલ વઘારેલા મમરા (હળદર, લાલ મરચું, મીઠું,તેલ અને ચાટ મસાલો)
  30. 2 નંગમીડીયમ સાઇઝ ના બાફેલા બટાકા
  31. લીલી ચટણી જરૂર મુજબ
  32. લસણ મરચાની તીખી ચટણી જરૂર મુજબ
  33. ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  34. 1 નંગમોટી ડુંગળી જીની સમારેલી
  35. તીખી મસાલા બૂંદી જરૂર મુજબ
  36. બેસન ની જીની સેવ જરૂર મુજબ
  37. લીલી કોથમીર જીની સમારેલી જરૂર મુજબ
  38. 👉 ગાર્નિશ માટે --
  39. ખજૂર આમલીની ચટણી
  40. લસણ મરચાની તીખી ચટણી
  41. લીલી ચટણી
  42. ડુંગળી જીની સમારેલી
  43. બેસન ની જીની સેવ
  44. તીખી મસાલા બૂંદી
  45. લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે ભેળ કચોરી માટે લોટ બાંધિશું. એની માટે એક મોટા વાસણમાં મેંદો, રવો, મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો. અને મુઠી પડે એટલું મોણ ઉમેરવાનું છે. ત્યાર બાદ આમા જરૂરિયાત અનુસાર હુફાડું ગરમ પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લો. (હુંફાળું ગરમ પાણી થી લોટ બાંધવાથી કચોરી નું પડ એકદમ ખસ્તા ને ક્રિસ્પી બને છે તો એમાં બેકિંગ સોડા ની જરૂર નથી પડતી)હવે લોટ ઉપર થોડું તેલ લગાવી લોટ ને ઢાંકણ ઢાંકી 15 થી 20 મિનિટ માટે મૂકી રાખો.

  2. 2

    હવે કચોરી માટેનું ડ્રાય મસાલા ફિલિંગ બનાવીશું. એની માટે મિક્સર જારમાં આખા સૂકા ધાણા, વરિયાળી, બેસન, ગરમ મસાલો, મીઠું, લાલ મરચું પાઉડર અને આમચૂર પાઉડર ઉમેરી ફાઇન પાઉડર માં પીસી લો. ને આ મસાલા ને એક બોલ માં કાઢી લો.

  3. 3

    હવે કચોરી ના લોટ ને ફરીથી એક વાર મસળી તેના એકસરખા લુઆ બનાવી લો. હવે આ લોટ નાં લુવાને પાટલી પર તેલ લગાવી પૂરી ની સાઇઝ નું વણી અંદર તૈયાર કરેલ ડ્રાય મસાલો વચ્ચે ઉમેરી પૂરી ને બધી બાજુથી બંધ કરી કોરા લોટ નું અટામણ લઈ પુરીથી મોટી ને રોટલી ની સાઇઝ કરતા નાની કચોરી વણી લો.

  4. 4

    ત્યાર બાદ એક પેન માં મીડીયમ ગેસ ની આંચ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે મીડીયમ ગેસ ની આંચ પર કચોરી ઉમેરી પછી કચોરી જેવી તેલમાં ઉપર તળી ને આવે એટલે તરત જ ગેસ ની આંચ સ્લો કરી કચોરી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન તળી લો. આ રીત થી બધી કચોરી તળી લો.

  5. 5

    હવે કચોરી ની ભેળ માટે મમરા વઘરીશું. એની માટે એક પેન માં મમરા ઉમેરી એમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, મીઠું, તેલ અને ચાટ મસાલો ઉમેરી વઘારી લો. ત્યાર બાદ આ વઘારેલા મમરા માં જીની સેવ ઉમેરી મિક્સ કરી લો. બટાકા બાફીને એના એકદમ ઝીણા ટુકડા કરી લો.

  6. 6

    હવે લીલી ચટણી બનાવીશું. એની માટે મિક્સર જાર માં કોથમીર, ફુદીનો, લીલા મરચા, આદુ નો ટૂકડો, જીરું, મીઠું, દાળિયા, બેસન ની જીની સેવ, લીંબુ નો રસ, બરફ ના ટુકડા અને થોડું ઠંડું પાણી ઉમેરી પીસી ને ચટણી તૈયાર કરી લો.

  7. 7

    હવે એક મોટા બોલ માં વઘારેલા મમરા ઉમેરી તેમાં બાફેલા બટાકા ના નાના ટુકડા, લીલી ચટણી, લસણ ની ચટણી, ખજૂર આમલીની ચટણી, જીની સમારેલી ડુંગળી, તીખી મસાલા બૂંદી, બેસન ની જીની સેવ અને કોથમીર ઉમેરી મિક્સ કરી ભેળ તૈયાર કરી લો.

  8. 8

    હવે કચોરી ને એસેમ્બલ કરીશું. એની માટે એક કચોરી ને મોટી પ્લેટ માં મૂકી તેનું ઉપરનું પડ તોડી અંદર ખજૂર આમલીની ચટણી, લસણ ની તીખી ચટણી, લીલી ચટણી અને બનાવેલી મમરા ની ભેળ ઉમેરી ઉપરથી ફરીથી ત્રણેય ચટણી ઉમેરી ઉપરથી ડુંગળી, જીની સેવ, તીખી બૂંદી અને કોથમીર ના પાન ઉમેરી ઉપરથી ફરીથી ત્રણેય ચટણી થોડી થોડી ઉમેરી કચોરી તૈયાર કરી લો. (ખજૂર આમલીની ચટણી અને લસણ ની તીખી ચટણી ની રેસિપી પહેલા પણ શેર કરેલી છે જે તમે મારા પ્રોફાઈલ માં જોઈ સકો છો)

  9. 9

    હવે આપણી એકદમ ખસ્તા ને ક્રિસ્પી ભેળ કચોરી તૈયાર છે સર્વ કરવા માટે..આ કચોરી ને તમારી ઈચ્છા અનુસાર પ્લેટિંગ કરો.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes