ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
3-૪ વ્યક્તિ
  1. ૨ કપખાટી છાશ અથવા ૧ કપ દહીં
  2. ૨-૩ ચમચી ચણાનો લોટ
  3. ૨ ચમચીખાંડ અથવા ગોળ
  4. વઘાર માટે:
  5. ૧ ચમચીઘી
  6. ૧/૨ ચમચીરઈ
  7. ૧/૨ ચમચીજીરૂ
  8. ૩-૪ મેથીના દાણા
  9. ૨ નંગલવિંગ
  10. સૂકું લાલ મરચું
  11. ૧ ચમચીઆદુ અને મરચાની પેસ્ટ
  12. ૪-૫ લીમડીના પાન
  13. લીલા ધાણા સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    જો ૨ કપ છાશ હોય તો ૧ કપ પાણી લેવું અને ૧ કપ દહીં હોય તો ૨ કપ પાણી ઉમેરી એમાં ચણાનો લોટ, મીઠું અને ગોળ ઉમેરી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી બધું એકરસ કરો. દહીં અને છાસ ખાટા લેવા તો કઢી ખટમધુરી સરસ થશે.

  2. 2

    હવે એક વઘારીયા માં ઘી લઈ એમાં રઈ, જીરૂ, મેથીના દાણા, લવિંગ, લાલ મરચું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી વઘાર કરવો. ઘણા બધા કરતા ચપટી હળદર પણ ઉમેરવામાં આવે છે.

  3. 3

    વઘાર કર્યા પછી કળી ને બે ત્રણ ઊભરા આવે ત્યાં સુધી ઉકાળો અને આ રીતે ખટ મધુરી કઢી તૈયાર થઈ જાય છે. ખીચડી સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

ટિપ્પણીઓ (8)

Similar Recipes