ક્રિસ્પી ભીંડા નું શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937

લગભગ ભીંડા નું શાક ચીકણુ બનતું હોય છે માટે ભીંડા નું શાક ચીકાશ પડતું ના થાય તેના માટે નું માર્ગદર્શન છે કે ભીંડા કેવા ખરીદવા જેથી ભીંડા નું શાક ચીકણું ના બને તેમાં લીંબુ કે કોઈપણ વસ્તુ શાકને ચીકાશ દૂર કરવા માટે વાપરવું ના પડે.

તે માટેની પૂરી માહિતી આ રેસિપીમાં મૂકવામાં આવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ ભીંડા.ધોઈ ને કોરાં કરેલા
  2. ૧ ટેબલસ્પૂન - તેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/4 ચમચી હળદર
  5. 1 ચમચી મરચું
  6. 1/2 ચમચી ગરમ મસાલો
  7. 1 ચમચી ધાણા જીરું પાઉડર
  8. વઘાર માટે રાઈ મેથી ના કુરીયા

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ભીંડા ની ખરીદી ફોટા માં બતાવ્યાં મુજબ કરવા.

  2. 2

    ક્યારે પણ ભીંડા ને આગળ થી તોડી ને ના ખરીદવા. ભીંડા પાતળાં અને દાણા વીના ના જ સારાં હોય છે.

  3. 3

    બધા જ ભીંડા ને સરખા ધોઈ ને કોરાં કરી લેવા. અને સમારી લેવા.

  4. 4

    એક કડાઈમાં તેલ વઘાર માટે રાઈ અને મેથી સાથે મુકવું તતડે એટલે સમારેલા ભીંડા ઉમેરવા અને મીક્સ કરી અને ચડવા મુકવું.

  5. 5

    ૨૦ મીનીટ માં ભીંડા છુટા પડી જશે. ચડી જશે. ત્યારબાદ બધો મસાલો સ્વાદાનુસાર કરવા.
    ** યાદ રાખો. મીઠું ભીંડા ના શાક માં સૌથી છેલ્લે નાખવું. આને ધાણા જીરું પાઉડર ૨ ચમચી નાખવું જેથી શાક છુટું અને સ્વાદિષ્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preeti Mehta
Preeti Mehta @cook_29490937
પર
હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છુંમારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.
વધુ વાંચો

Similar Recipes