ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#AM1
આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે.

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

#AM1
આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપદહીં
  2. ૩/૪ ચમચી ચણાનો લોટ
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીખાંડ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૨ ચમચીરાઈ અને મેથી
  8. ૧/૨ ચમચીજીરૂ
  9. લવિંગ
  10. ૧ ટુકડોતજ
  11. મીઠા લીમડાના પાન
  12. સૂકા લાલ મરચા
  13. ચપટીહિંગ
  14. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા દહીમાં લોટ અને પાણી નાખી બ્લેન્ડ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ, હળદર, અને ખાંડ નાખીને ઉકાળવું.

  3. 3

    હવે વઘારીયા માં તેલ ગરમ કરી તેમ તજ, લવિંગ નાખી, રાઈ, મેથી અને જીરું નાખી તતડે એટલે હિંગ અને મીઠો લીમડો નાખી વઘાર કઢીમાં રેડવો.

  4. 4

    હવે થોડીવાર ઉકળવા દેવી. પછી કોથમીર નાખીને પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes