ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખાટી મીઠી કઢી..

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખાટી મીઠી કઢી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપદહીં
  2. ચમચા ચણા નો લોટ
  3. ૨ કપપાણી
  4. ચમચા ધાણા
  5. ચમચો ગોળ
  6. ૧ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  7. ૧ ચમચીલીંબુ નો રસ
  8. મસાલા માં
  9. ૧/૨ ચમચીધાણા જીરું
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. વઘાર માં
  13. ૧ ચમચીઘી
  14. ૧ ચમચીતેલ
  15. ૧ ચમચીરાઈ જીરું મેથી હીંગ હળદર મિક્સ
  16. લવિંગ
  17. 1 ટૂકડો તજ
  18. લાલ મરચું વઘાર નું
  19. ૮-૧૦ લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દહીં માં ચણા નો લોટ અને પાણી નાખી વલોવી લેવું..

  2. 2

    તેમાં આદુ મરચા ની પેસ્ટ, ગોળ લીંબુ નો રસ,ધાણા,હળદર અને મીઠું નાખી દસ મિનિટ ઢાંકી રાખવું
    નોંધ: લીંબુ નો રસ નાખવાથી કઢી ફાટશે નઈ.

  3. 3
  4. 4

    એક પેન માં ઘી તેલ લઇ વઘાર ની સામગ્રી એડ કરી તતડાવી લેવી હવે તેમાં કઢીનો ઘોળ ઉમેરી દેવો અને ધીમાં તાપે સતત હલાવતા રહેવું..થોડા ધાણા એડ કરવા, તથા મરચું પાઉડર અને ધાણાજીરૂ નાખી ૩-૪ ઉભરા આવે ત્યાં સુધી કઢી ને ઉકાળવી જેથી ચણા નો લોટ સારી રીતે ચડી જાય.

  5. 5

    જોઈએ એવી થીક consistency થાય એટલે ગેસ બંધ કરી.ધાણા એડ કરી ઢાંકી રાખવી..પછી બાઉલ માં કાઢી સર્વ કરવી.
    તો તૈયાર છે ગુજરાતણ દ્વારા બનાવેલી ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી..😀

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes