સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૨ કપમસુરી ચોખા (ખીચડી ના)
  2. ૧ કપઅડદ ની દાળ
  3. ૧/૨ ચમચીસીંગતેલ
  4. પાણી
  5. મીઠું
  6. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  7. ૧/૪ કપગરમ પાણી
  8. ૧/૪ ચમચીકાળા મરી નો પાઉડર
  9. કોથમીર
  10. લીમડા ના પાન
  11. ૧/૪ ચમચીરાઈ જીરું
  12. ચપટીહિંગ
  13. ૧/૪ કપપૌવા
  14. ૧ ચમચીસૂકી મેથી
  15. ૧/૨ ચમચીતલ
  16. ૨ ચમચી વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પેહલા ચોખા,અડદ,મેથી અને પૌવા ને ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો.

  2. 2

    પાણી કાઢીને પીસી લેવું.મિક્સર જાર માં થોડું થોડું પાણી એડ કરીને પીસી લેવું.પછી બધું એક વાસણ માં લઈને હાથ થી ફેટી લેવું.૬ થી ૭ કલાક ઢાંકી ને રાખવું.સરસ આથો આવી જશે.

  3. 3

    ખીરા માં ૧/૪ કપ પાણી એડ કરીને પૌરીંગ કરી લેવું.

  4. 4

    એક વાટકી માં નવશેકું ગરમ પાણી લઈને તેમાં ૧/૨ ચમચી સીંગતેલ અને સોડા એડ કરો.પછી આ વાટકી નાં મિશ્રણ ને ખીરા માં એડ કરો.

  5. 5

    વ્હાઇટ ખીરા માંથી બે ભાગ કર્સુ.૩/૪ ભાગ વ્હાઇટ રાખવું અને ૧/૪ ભાગ માં ગ્રીન ચટણી એડ કરવી. થાળી ગ્રીસ કરી ને રાખવી.

  6. 6

    થાળી માં પેહલા વ્હાઇટ લેયર નાખીને ૫ મિનિટ સતિમ કરી લો.પછી ગ્રીન ખીરું તેનો ઉપર પથરીને ૫ મિનીટ સ્ટિંમ કરી લો.લાસ્ટ માં વ્હાઇટ ખીરું પાથરી ને ૧૫ મિનીટ મિડીયમ ગેસ ઉપર સ્ટિંમ કરવું.ઉપર મારી પાઉડર છાંટવો.થોડીવાર પછી કાપા પાડી લેવા.

  7. 7

    વઘાર નોર્મલ રાઇ જીરુ, હિંગ,લીમડો અને તલ નો કરવો.અને રેડી દેવો. સર્વિંગ પ્લેટ માં કાઢીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Manani
Hetal Manani @Nishtha
પર
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

Similar Recipes