ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
Rajula city

ગણેશ ચતુર્થીના.ચુરમાના લાડુ

ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

ગણેશ ચતુર્થીના.ચુરમાના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
5 વ્યક્તિ
  1. 500 ગ્રામભાખરી નો જાડો લોટ
  2. 250 ગ્રામ ઘી
  3. 1/2 ચમચીએલચીનો ભૂકો
  4. તળવા માટે તેલ
  5. 4 - 5 કાજુ
  6. 6-7 બદામ
  7. 8-10 દ્રાક્ષ
  8. 1/2 ચમચીખસખસ
  9. 300 ગ્રામગોળ
  10. મીક્ષર
  11. પાણી

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌપ્રથમ જાડા લોટને ચાળી લો.. તેમાં મોણ નાખો અને થોડું પાણી નાખીને લોટ જાડો બાંધો

  2. 2

    પછી તેના મુઠીયા બનાવી લો.

  3. 3

    ગેસ પર ધીમા તાપે લોયા પર તેલ મૂકો. અને મુઠીયા ની સરખી રીતે તળી નાખો. બંને બાજુ એકદમ બ્રાઉન કલર થઈ જાય પછી કાઢી નાખવાના. મુઠીયા ઠરી જાય પછી તેના કટકા કરી નાખવાના

  4. 4

    પછી મિક્ચરની ઝારમાં. અધકચરો ભૂકો કરવાનો.

  5. 5

    પછી બીજા લોયામાં ઘી ગરમ કરવા મુકો. ગરમ થઇ ગયા બાદ તેમાં ગોળ નાખીને 5 મિનિટ પાક લઈ લો.

  6. 6

    પાક આવી ગયા બાદ. નીચે ઉતારીને.લાડવાનો ભૂકો કરેલો છે તેમાં નાખો. સરખી રીતે હલાવી દો.

  7. 7

    પછી તેમાં કાજુ બદામ દ્રાક્ષ એલચીનો ભૂકો સરખી રીતે મિક્સ કરી લો.

  8. 8

    સરખી રીતે ગોળાકારમાં લાડવા બનાવો. તૈયાર છે આપણા એકદમ સરસ મજાના ચુરમાના લાડવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharti Raviya
Dharti Raviya @cook_25489242
પર
Rajula city

Similar Recipes