છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#PS

આ ચાટ મુખ્યત્વે છોલે ચણા માંથી બનાવવામાં આવેલ હોવાથી આ ચાટ નું નામ
છોલે ચણા ચાટ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, છોલે ચણાનો ઉપયોગ છોલે
ભટુરેમાં જ થતો હોઈ છે.પરંતુ આજે આપણે આ છોલે ચણા માંથી એક સ્વાદિષ્ટ
ચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ ચાટ નાનાથી મોટા સુધીના તમામ
લોકોને પસંદ પડે તેવી છે. ઉપરાંત આપ આ ચાટને એક સ્ટાર્ટર ડીશ તરીકે પણ
મેહ્માનોની સામે પ્રસ્તુત કરી શકો છો. બર્થડે પાર્ટી કે અન્ય કોઈ ફંકશનમાં પણ
આ ડીશને એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.
બાળકોને પણ જોતાજ ગમી જાય તેવી આ ચાટ બનાવવી ઘણીજ આસન છે.
આ ડીશ બનાવવા મુખ્ય સામગ્રી તરીકે છોલે ચણા, ડુંગળી અને ટામેટા જોઇશે.
આપ અગાઉના દિવસના વધેલા ચણાનો પણ ઉપયોગ કરીને આ ચાટ આસાનીથી
બનાવી શકો છો. જેથી આ ડીશમાં ઘર પર વધેલી સામગ્રી નો પણ ઉપયોગ થઇ જશે
અને એક હેલ્થી ડીશ પણ તૈયાર થઇ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાફેલા છોલે ચણા
  2. સમારેલ ડુંગળી
  3. સમારેલ ટમેટું
  4. સમારેલ લીલા મરચા
  5. ૧ ચમચીસમારેલી કાકડી
  6. ૧ ચમચીસમારેલી કાચી કેરી
  7. ૧ ચમચીદાડમના દાણા
  8. ૧ ચમચીમસાલા શીંગ
  9. ૩ ચમચીચેવડો
  10. ૨-૩ ચમચી બેસનની સેવ
  11. ૧ ચમચીસમારેલ કોથમીર
  12. ૧ ચમચીચાટ મસાલો
  13. ચપટીગરમ મસાલો
  14. ૧ નાની ચમચીઆમચૂર પાઉડર
  15. સંચળ સ્વાદ મુજબ
  16. ૧ ચમચીલીલી ચટણી
  17. ૧ ચમચીગોળ-આંબલીની ચટણી
  18. ૧ ચમચીલસણવાળી ચટણી
  19. ૧ ચમચીસ્વીટ દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફેદ ચણાને ૧૨ કલાક સુધી પાણીમાં પલાળી, ત્યારબાદ તેમાં મીઠું નાંખી બાફી લો અને બહાર કાઢી લઇ ઠંડા પડવા દો.હવે સફેદ ચણાને એક મોટા બાઉલમાં લઇ તેમાં સમારેલ ડુંગળી, ટામેટા, લીલા
    મરચા, લીલી ચટણી, લસણવાળી ચટણી, ગોળ-આંબલીની ચટણી, સ્વીટ દહીં ઉમેરી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો.

  2. 2

    હવે તેમાં મસાલા બી અને ચેવડો ઉમેરી ફરીથી બધુજ મિક્ષ કરી લો. હવે તેમાં થોડી બેસન સેવ, ચાટ મસાલો,આમચૂર અને કોથમીર ઉમેરી મિક્ષ કરી લો.

  3. 3

    હવે છોલે ચણાને સર્વિંગ પ્લેટમાં લઇ લો. હવે તેના પર થોડી લીલી ચટણી, ગોળ-આંબલીની ચટણી, લસણ વાળી ચટણી, બેસન સેવ, સમારેલ ડુંગળી, મસાલા વાળા બી, દહીં ઉમેરો.સંચળ ભભરાવો (ઓપ્સ્નલ)હવે તેના પર થોડો ચાટ મસાલો છાંટી, કોથમીર વડે સજાવી સર્વ કરો.મેં સેવ.ચેવડો અને દહીં સજાવટમાં ના ઉમેરતા અલગ થી પીરસ્યા હતા.લોકડાઉંનના હિસાબે અમુક વસ્તુ મળતી પણ નથી.પરંતુ રેસિપિને ઘટકો.મેં હું જે હંમેશા વાપરું છુંતે તમામ લખેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes