છોલે કટોરી ચાટ(chole katori chaat recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#માઇઇબુક

છોલે ભટુરે કે છોલે પૂરી તો આપણે ખુબ ખાઈએ છીએ... આજે છોલે સબ્જીને ખાશું નવી રીતે... અથવા તમે વધેલા છોલે શાક નો આ રીતે પણ ઉપયોગ કરી શકો...

છોલે કટોરી ચાટ(chole katori chaat recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક

છોલે ભટુરે કે છોલે પૂરી તો આપણે ખુબ ખાઈએ છીએ... આજે છોલે સબ્જીને ખાશું નવી રીતે... અથવા તમે વધેલા છોલે શાક નો આ રીતે પણ ઉપયોગ કરી શકો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કટોરી માટે
  2. 1.5-2 કપમેંદો અથવા ઘઉંનો લોટ
  3. મોણ માટે તેલ
  4. 1/2ટીસ્પુન અજમો
  5. મીઠું
  6. પાણી
  7. તળવા માટે તેલ
  8. પુરણ માટે
  9. 1.5 કપછોલે સબ્જી
  10. 1-2સમારેલા ટામેટાં
  11. 1-2સમારેલી કાકડી
  12. ફેટેલી દહીં
  13. ચાટ મસાલો
  14. ગ્રીન તીખી ચટણી
  15. આમલીની મીઠી ચટણી
  16. સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કટોરી માટેની સામગ્રી ભેગી કરી લોટ બાંધો.

  2. 2

    પાતળી પૂરી વણી એલ્યુમિનિયમ ના કપ મોલ્ડ કે ટાર્ટ મોલ્ડ માં મુકી કપ જેવો આકાર આપો.

  3. 3

    કાંટાથી કાણા પાડો.

  4. 4

    180 સે. પર પ્રીહિટેડ ઓવનમાં 10-12 મિનિટ બેક કરો. અથવા સહેજ બ્રાઉન થવા લાગે ત્યાં સુધી બેક કરો.

  5. 5

    બેક થાય કે બહાર કાઢી ઠંડા કરો. ડિમોલ્ડ કરો. કટોરીને 2-3 મિનિટ ફરી બેક કરશો તો વધુ ક્રિસ્પી બનશે.

  6. 6

    અથવા મોલ્ડને તેલમાં તળી લો. સહેજ રંગ બદલાય કે બહાર કાઢી ઠંડા કરો.

  7. 7

    ડિમોલ્ડ કરી કટોરી ફરી તળો આછી બ્રાઉન થાય ત્યાં સુધી.

  8. 8

    કટોરીમાં થોડી દહીં, બંને ચટણી નાખો.

  9. 9

    ઉપર છોલે નાખો. કાકડી, ટામેટા નાખો. ચાટ મસાલો ભભરાવો. દહીં, બંને ચટણી, ચાટ મસાલો નાખો.

  10. 10

    છેલ્લે સેવ ભભરાવો. એટલે છોલે કટોરી ચાટ તૈયાર.

  11. 11

    નોંધ -
    - પુરીની કટોરીના બદલે તૈયાર કેનાપીસ પણ લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes