સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગ
  2. ૧ નંગકાંદો
  3. ૧ નંગટમેટું
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ૧ નાની ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ નાની ચમચીચાટ મસાલો
  7. ૧ નાની ચમચીમરી પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 4 ચમચીકોથમીર(ઝીણી સમારેલી)
  10. 1/2 ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની બે પાણીથી બરાબર ધોઈ, હવે તેમાં મગ ડૂબે તેટલું પાણી નાખી ૭થી ૮ કલાક પલાળવા દેવા.

  2. 2

    સાત થી આઠ કલાક પછી મગ ને ચારણીમાં નીતારી એક કોટન ના સફેદ કપડામાં બરાબર બાંધી ગાંઠ વાળીને તપેલીમાં ઉંધુ મૂકી દેવું. અને બરાબર ઢાંકણ ઢાંકી દેવું.

  3. 3

    હવે આ મગ માં પાંચ થી છ કલાક પછી સરસ ફણગા ફૂટી ગયા હશે.

  4. 4

    હવે ફણગાવેલા મગને એક મોટા બાઉલમાં કાઢી લો, હવે તેમાં ઝીણા સમારેલા કાંદા ટામેટાં અને કેપ્સિકમ ઉમેરો પછી તેમાં લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, મરી પાઉડર, મીઠું અને લીંબુનો રસ ઉમેરી સરસ મિક્સ કરો બધું.

  5. 5

    તો તૈયાર છે કલરફુલ સ્પ્રાઉટ સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes