મગ કેક (Mug Cake Recipe In Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#AsahiKaseiIndia
*બેકિંગ રેસિપિ*
કોઈપણ પ્રકારની કેક સામાન્ય રીતે માઇક્રોવેવ ઓવનમાં બનાવવામાં આવે છે. મગ કેક પણ કેકનો જ એક પ્રકાર છે, જેને માઈક્રોપ્રૂફ મગમાં બનાવવામાં આવે છે.આ એક બેકિંગ રેસિપિ હોય તેની સામગ્રીનું મેઝરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે. વડી, મગ કેક એકદમ ઓછા સમયમાં બનાવી શકાય છે.

મગ કેક (Mug Cake Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#AsahiKaseiIndia
*બેકિંગ રેસિપિ*
કોઈપણ પ્રકારની કેક સામાન્ય રીતે માઇક્રોવેવ ઓવનમાં બનાવવામાં આવે છે. મગ કેક પણ કેકનો જ એક પ્રકાર છે, જેને માઈક્રોપ્રૂફ મગમાં બનાવવામાં આવે છે.આ એક બેકિંગ રેસિપિ હોય તેની સામગ્રીનું મેઝરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે. વડી, મગ કેક એકદમ ઓછા સમયમાં બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપપાઉડર ખાંડ
  2. 1 ચમચી. બેકિંગ પાઉડર
  3. ચપટીમીઠું
  4. 1 કપદૂધ
  5. 1/2ચમચી. વેનીલા એસેન્સ
  6. 1/8 કપસન ફ્લાવર ઓઇલ
  7. ●સજાવટ માટે:
  8. ચોકલેટ ચિપ્સ
  9. બદામની કતરણ
  10. 1 કપમેંદો
  11. 1/2 કપકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર અને પાઉડર ખાંડ ઉમેરી, તેને બરાબર મિક્ષ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં બેકિંગ પાઉડર, ચપટી મીઠું ઉમેરી, ફરીથી હલાવી લો.હવે તેમાં દૂધ અને વેનીલા એસેન્સ ઉમેરી, મિક્સ કરો.બધું બરાબર મિક્ષ કર્યા બાદ, જરૂર પડે તો ફરી થોડું ફૂધ ઉમેરો.

  3. 3

    હવે તેમાં સન ફ્લાવર ઓઇલ ઉમેરી, બધું બરાબર મિક્ષ કરો.હવે આ તૈયાર કરેલ મિશ્રણને માઈક્રોપ્રૂફ મગમાં અડધા કરતા થોડા ઓછું ભરી દો. આ મગમાં ઉપરથી બદામની કતરણ અને ચોકલેટ ચિપ્સ ઉમેરો. તૈયાર કરેલ મગને માઇક્રો મોડ પર 2-3 મિનિટ ઓવનમાં મૂકો. તો તૈયાર છે, એકદમ ઝડપથી બની જાય તેવી અને સ્વાદિષ્ટ મગ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

Similar Recipes