કપ કેક(Cup cake Recipe in Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah

આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..
#GA4
#week14

કપ કેક(Cup cake Recipe in Gujarati)

આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..
#GA4
#week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
25 નંગ
  1. 1 કપઘઉં લોટ
  2. 2/3 કપદળેલી ખાંડ
  3. 3 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  4. 1 ટી સ્પૂનમીઠું
  5. 2ટીપા વેનીલા / ચોકેલેટ એસેન્સ / ઈલાયચી પાઉડર (સુગંધ માટે)
  6. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. 1 ટી સ્પૂનબેકિંગ સોડા
  8. 1 કપદૂધ
  9. 1/2 કપદહીં
  10. 1/2 કપઓઇલ / ઘી / બટર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ડ્રાય વસ્તુ ને માપ પ્રમાણે એક વાસણ માં ચાળી ને લેવું.

  2. 2

    ત્યાર પછી બીજા વાસણ માં તેલ /ઘી /બટર લેવું તેમાં દહીં મિક્સ કરવું અને 2-3 મિનિટ સારી રીતે ફેંટવું.ત્યાર પછી તેમાં ચાળેલા મિક્સચર ને ધીમે ધીમે ઉમેરતા જવું ને હલાવતા રેહવું. હવે બધું બેટર થોડું થીક બનશે તેથી તેમાં દૂધ ઉમેરતા રેહવું અને હલાવવું અને ઈડલી જેવું બેટર રાખવું.

  3. 3

    ત્યાર બાદ બેટર ને ગ્રીસ કરેલા અપ્પમ પેન માં મૂકવું અને એક-બે વાર ટેપ કરવું જેથી બેટર મૂકતી વખતે અંદર બબલ્સ રહ્યા હોય તો નીકળી જાય અને મીડિયમ ફ્લેમ પર 2-3 મિનિટ થવા દેવું પછી સાઈડ ફેરવી ને 30 સેકન્ડ જેઉ મૂકવું. પછી ગેસ બંધ કરી સર્વિંગ ડીશ માં મુકવું.

  4. 4

    હવે સર્વિંગ પ્લેટ માં લઇ એમનેમ પણ ખાઈ શકાય છે તથા પોતાનું મનગમતું ટોપિંગ કરી સર્વ કરી શકાય છે.

  5. 5

    આ કેક ની અંદર ડ્રાય ફ્રૂટ પાઉડર કે ચોકો ચિપ્સ કઈ પણ ઉમેરી બનાવી શકાય તથા દરેક ને અલગ અલગ ટોપિંગ કરી ને સર્વ કરવા થી બધાને પોતાની પસંદ નું પણ મળે છે અને બાળકો ને પણ અલગ અલગ ખાવા માં મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maitry shah
Maitry shah @maitry_shah
પર

Similar Recipes