ટુટીફ્રુટી કેક(Tutti frutti cake recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#GA4
#Week22
નાના હોય કે મોટા બધા ફ્રૂટ કેક પસંદ કરે છે. હું આજે આપની સાથે ટુટીફ્રુટી કેક ની રેસીપી શેયર કરુ છું. બહુ મર્યાદિત સામગ્રી માં આ કેક બને છે. ખુબ જ ટેસ્ટી બને છે. તમે પણ ચોકક્સ બનાવજો...

ટુટીફ્રુટી કેક(Tutti frutti cake recipe in Gujarati)

#GA4
#Week22
નાના હોય કે મોટા બધા ફ્રૂટ કેક પસંદ કરે છે. હું આજે આપની સાથે ટુટીફ્રુટી કેક ની રેસીપી શેયર કરુ છું. બહુ મર્યાદિત સામગ્રી માં આ કેક બને છે. ખુબ જ ટેસ્ટી બને છે. તમે પણ ચોકક્સ બનાવજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
5 સર્વિંગ
  1. 1/4 કપસોજી
  2. 1 કપમેંદો
  3. બેકિંગ પાઉડર 1+1/4 ટી.સ્પૂન
  4. 1/2 ટી.સ્પૂનબેકિંગ સોડા
  5. 1/4 કપસન ફ્લાવર તેલ
  6. પીસેલી ખાંડ 1+1/4 કપ
  7. 1/2 કપદહીં
  8. 3/4 કપદૂધ
  9. પાઇનેપલ એસેન્સ 4-5 ટીપાં
  10. 1/2 કપટુટીફ્રુટી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1
  2. 2

    કેક બનાવતી વખતે માપમાં પ્રિસાઇઝ રહેવું ખુબ જરૂરી હોય છે. માટે સૌ પ્રથમ જોઈતી તમામ વસ્તુઓ એકઠી કરી લેવી. તથા કૂકર ને પ્રિહિટ કરવા મુકવું.

  3. 3

    હવે એક બાઉલમાં દહીં, પીસેલી ખાંડ અને સનફ્લાવર તેલ લેવા. બીટર વડે બીટ કરવું. મિશ્રણમાં તેલ મિક્સ થઇને એકરસ થઇ જાય ત્યાં સુધી બીટ કરવું. ત્યારબાદ તેમાં સોજી એડ કરી મિક્સ કરવું. 20 મિનિટ રેસ્ટ આપવું.

  4. 4

    હવે આ મિશ્રણમાં 2-3 વખત ચાળેલો મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા એડ કરવા. અને હળવે હાથે કટ એન્ડ ફોલ્ડ મેથડ થી મિક્સ કરવું. ગઠ્ઠા ન રહે એ ધ્યાન રાખવું.

  5. 5

    કેક મોલ્ડ ને તેલથી ગ્રીસ કરી મેંદાથી ડસ્ટીંગ કરી લેવું. હવે તૈયાર કરેલા મિશ્રણમાં મેંદામા રગદોળેલી ટુટીફ્રુટી એડ કરવી. બરાબર મિક્સ કરવું. તૈયાર કરેલા કેકના બૅટર ને મોલ્ડમાં રેડવું. 2-3 વખત ટેપ કરી લેવું.

  6. 6

    બેક કરવા માટે પ્રેશર કૂકરની રીંગ અને વિસલ કાઢી લેવા. કૂકર ના બેઝમા મીઠું પાથરવું. તેના પર એક સ્ટેન્ડ મુકવું. ઢાંકણ બંધ કરી ફાસ્ટ ફલૅમ પર 15 મિનિટ સુધી કૂકરને પ્રિહિટ કરવું. હવે કેક મોલ્ડ મુકી કૂકરનું ઢાંકણ ઢાંકી દેવું. 30-35 મિનિટ બેક કરવું. 30 મિનિટ પછી તૂથપિક વડે ચેક કરી લેવું, ક્લીન બહાર આવે તો કેક તૈયાર છે.

  7. 7

    કેક ને કૂકર માંથી બહાર કાઢી ને ઠંડી કરવી. પછી જ અનમોલ્ડ કરવી.

  8. 8

    ગાનિઁશ કરવા માટે મેં પીસેલી ખાંડ અને ટીન ચેરી લીધા છે. કેક સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes