બેસન ના લાડુ (Besan Laddu Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
8 લાડુ
  1. ૧ કપચણા નો લોટ
  2. ૧/૪ કપઘી
  3. ૧/૨ કપદળેલી ખાંડ
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. ૧ ચમચીબદામ ની કતરણ
  6. ૧ ચમચીપિસ્તા સજવા માટે
  7. ૨ ચમચીઝીણા સમારેલા કાજુ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક પરાત કે થાળી મા ચણા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો. અને તેને એક સાઈડ મા રાખી લ્યો. ચણા નો લોટ ને ચાળવા થી તેમા કોઈ ગાઠ હશે તો તે દુર થઈ જાશે અને લોટ એક સરખો થઈ જાશે.

  2. 2

    એક ભારે તળીયા વાળા કડાઈ કે લોયા મા ધીમી આચ ઉપર ઘી ને ગરમ કરો. અને જ્યારે ઘી થોડુ ગરમ થઈ ને પીગળી જાય ત્યારે તેમા ચાળેલો બેસન (ચણા નો લોટ) ને નાખો.

  3. 3

    આને સારી રીતે ચમચા થી મીક્સ કરી લ્યો. લગાતાર ચમચા થી હલાવતા આને ભુરા સોનેરી રંગ થાય ત્યા સુધી રાખો. જ્યારે બેસન સારી રીતે શેકાય જાય ત્યારે તેમા સારી સુગંધ આવા લાગે છે. અમા લગભગ ૮ થી ૧૦ મીનીટ નો સમય લાગી શકે છે.

  4. 4

    ગેસ ને બંધ કરી લ્યો ઇલાયચી પાઉડર ને નાખી ને સારી રીતે મીક્સ કરી લ્યો. તમે તેમા કાજુ ના નાના ટુકડા ને પણ તેમા મીક્સ કરી ને નાખી શકો છો. અને પછી આ મીશ્રણ ને સારી રીતે મીક્સ કરી લ્યો.

  5. 5

    આ મીશ્રણ ને એક મોટી થાળી મા કાઢો (થાળી મા કાઢતા પહેલા તેમા થોડુ ઘી ગરમ કરી ને લગાડો જેથી આ મીશ્રણ થાળી મા ચોટશે નહી) અને આ મીશ્રણ ને ૮ થી ૧૦ મીનીટ સુધી ઠંડુ થવા દો.

  6. 6

    જ્યારે આ મીશ્રણ થોડુ ગરમ હોય ત્યારે તેમા દળેલી ખાંડ ને નાખો. મીશ્રણ ને થોડુ મધ્યમ ગરમ હોય ત્યારે જ આ દળેલી ખાંડ નાખો.
    હવે આ મીશ્રણ ને સારી રીતે મીક્સ કરી લ્યો.

  7. 7

    આ મીશ્રણ ને બરાબર ૮ ભાગ કરી લ્યો. અને આ ભાગ માથી ગોળ લાડુ બનાવી લ્યો. તમારા હાથ થી બરાબર વાળી ને આ લાડુ બનાવો.

  8. 8

    આ તેયાર લાડુ ને એક ડીશ મા રાખો અને તેની ઉપર સુધારેલી બદામ અને પીસ્તા ને નાખો અને હાથે થી દબાવો. હવે આ લાડુ ને મધ્યમ તાપમાન ઉપર ઠંડા થવા દો. આ ચણા ના લોટ ના લાડુ ને એક બંધ ડબ્બા મા રાખો અને નમકીન નાસ્તા ની સાથે પીરસો.

  9. 9

    નોંધ :- ચણા નો લોટ ના (બેસન) ના લાડુ ને વધારે સ્વાદીષ્ટ બનાવા માટે સલાહ અને વિવિધતા
    ચણા ના લોટ ના લાડુ ને વધારે સ્વાદિષ્ટ બનાવા માટે 1/2 કપ મોટો જાડો દળેલો બેસન અને 1/2 કપ જીણો બેસન વાપરો. આના થી લાડુ વધારે સ્વાદીષ્ટ થાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aditi Hathi Mankad
પર
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes