બેસન અને આટાના સ્વાદિષ્ટ લાડુ (Besan atta Laddu recipe in Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#goldenapron3 Week 18

બેસન અને આટાના સ્વાદિષ્ટ લાડુ (Besan atta Laddu recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3 Week 18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ચણાનો લોટ
  2. વાટકો ઘઉં નો લોટ
  3. 5 ચમચીઘી
  4. 200 ગ્રામપીસેલી ખાંડ
  5. 50 ગ્રામબદામ
  6. 50 ગ્રામકાજુ
  7. 25 ગ્રામપિસ્તા
  8. 2 ચમચીમગજતરીના બી
  9. 1 ચમચીજાયફળ પાવડર
  10. 1 ચમચીએલચી પાવડર
  11. ૩ ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘીમાં કાજુ સાંતળવા ત્યારબાદ બદામ અને મગજતરી ના બી સાંતળવા

  2. 2

    ત્યારબાદ એક લોયામાં પાંચ ચમચા ઘી નાખી તેમાં ૧ વાટકો ચણાનો લોટ અને ૧ વાટકો ઘઉંનો લોટ નાખીને એકદમ ધીમે તાપે બંનેને સેકવા લોટ પાતળો થશે અને ઘી છુટું પડશે લોટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવું.

  3. 3

    ત્યારબાદ મિશ્રણને નીચે ઉતારી તેમાં બધા ડ્રાયફ્રુટ નાખવા પછી મિશ્રણને થોડીવાર ઠંડું થવા દેવું પછી તેમાં 200 ગ્રામ પીસેલી ખાંડ નાખવી અને એક ચમચી જાયફળ પાવડર નાખો અને એક ચમચી એલચી પાવડર નાખો આ બધાને બરાબર મિક્સ કરી તેના લાડુ વાળવા અને જો લાડુ ન વળે તો થોડું ઘી નાખવું પછી બરાબર લાડુ વાળવા

  4. 4

    ત્યારબાદ લાડુને ડિશમાં ગોઠવી તેના પર ખસખસ ભભરાવવા અને લાડુને પિસ્તા અને બદામથી ડેકોરેટ કરવા પછી સર્વ કરવા આ લાડુ માં ખસખસનો ઉપયોગ થયો હોવાથી ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે છે તેમજ તે સ્વાદિષ્ટ અને સુપાચ્ય બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes