પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)

Monika Nirav KansaraGhadiali
Monika Nirav KansaraGhadiali @Mnghadiali

#MRC મારા દીકરા ને સેવ બહુ ગમે એટલે હું હંમેશા એના માટે હેલ્થી પરંતુ ટેસ્ટી રેસિપી ટ્રાય કરું છું. મેં સિમ્પલ સેવ તો બનાવું છું પરંતુ એમાં પણ વેરાઈટી કરું છું. જેમ કે, ટોમેટો સેવ, આલુ સેવ, પાલક સેવ. તો હું અહીંયા આપ સૌ માટે હેલ્થી અને ચટાકેદાર પાલક સેવ લઈને આવી છું.

પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)

#MRC મારા દીકરા ને સેવ બહુ ગમે એટલે હું હંમેશા એના માટે હેલ્થી પરંતુ ટેસ્ટી રેસિપી ટ્રાય કરું છું. મેં સિમ્પલ સેવ તો બનાવું છું પરંતુ એમાં પણ વેરાઈટી કરું છું. જેમ કે, ટોમેટો સેવ, આલુ સેવ, પાલક સેવ. તો હું અહીંયા આપ સૌ માટે હેલ્થી અને ચટાકેદાર પાલક સેવ લઈને આવી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ પાલક ભાજી (ધોઈને સમારેલી)
  2. 1/2 ચમચીઆદું
  3. 1/2 ચમચીલસણ
  4. 1 ચમચીલીલું મરચું (તીખું સ્વાદ પ્રમાણે)
  5. 1 ચમચીચાટ મસાલા
  6. 1/2 ચમચીકાળા મરી પાઉડર
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. 1/4 ચમચીહિંગ
  10. મીઠું (મીઠું - સ્વાદ પ્રમાણે)
  11. 5-6પત્તા કઢી લીમડી
  12. 3 વાટકીચણાનો લોટ (બેસન)
  13. 1.5 ચમચીચોખાનો લોટ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્સર બાઉલમાં પાલકભાજી, આદું, લીલા મરચા, લસણ, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ, ચાટ મસાલા, મરી પાઉડર, મીઠું (મીઠું) નાંખી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવી. (પેસ્ટ એકદમ સ્મૂથ જ હોવી જોઈએ)

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ (બેસન) લઇ એમાં પેહલા તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી 1ચમચી તેલનું મોણ લઈને કણક બાંધવી. (કણક પાલખની તૈયાર કરેલી પેસ્ટથી જ બાંધવી, જરૂર પડે તો જ એમાં પાણી ઉમેરવું.)

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી સેવ પાડવી.

  4. 4

    જ્યારે સેવ તળાઈને તૈયાર થાય ત્યારે એમાં 3-4 પત્તી કઢી લીમડી નાંખી તરત જ પ્લેટમાં કાઢી લેવી.

  5. 5

    આ સેવને એમ જ ફરસાણ તરીકે અથવા ચાટ માં કે શાકમાં પણ યુઝ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monika Nirav KansaraGhadiali
પર

Similar Recipes