બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#MRC
ચોમાસાની સીઝનમાં ઘણી બધી વાનગી બનાવતા હોય છીએ. પણ બટેટાવડાં યાદ ના આવે એવું તો બને જ નહીં.ચોમાસાની સ્પેશલ વાનગી બટેટાવડા મારા ઘરમાં તો બધાના ઓલટાઈમ ફેવરીટ છે. પણ ચોમાસામાં ગરમા - ગરમ ખાવાની મજા જ કંઈક અલગ છે.

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

#MRC
ચોમાસાની સીઝનમાં ઘણી બધી વાનગી બનાવતા હોય છીએ. પણ બટેટાવડાં યાદ ના આવે એવું તો બને જ નહીં.ચોમાસાની સ્પેશલ વાનગી બટેટાવડા મારા ઘરમાં તો બધાના ઓલટાઈમ ફેવરીટ છે. પણ ચોમાસામાં ગરમા - ગરમ ખાવાની મજા જ કંઈક અલગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 500ગ્રામ બટાકા
  2. 400ગ્રામ તેલ
  3. 1કપ દાડમના દાણા
  4. 1સ્પૂન આદુ ની પેસ્ટ
  5. 1સ્પૂન લીલામરચાં ની પેસ્ટ
  6. 1સ્પૂન લાલ મરચાં પાઉડર
  7. 1/3હળદર પાઉડર
  8. 1સ્પૂન ધાણાજીરું
  9. 1/2સ્પૂન હિંગ
  10. 2સ્પૂન ગરમ મસાલો
  11. 2સ્પૂન મીઠું
  12. 1સ્પૂન ખાંડ
  13. 1લીંબુનો રસ
  14. 2સ્પૂન કોથમીર સમારેલી
  15. બેટર બનાવવા માટે :-
  16. 250ગ્રામ ચણાનોલોટ
  17. 1/3હળદર પાઉડર
  18. 1/3મીઠું
  19. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા બટેટાને 1સ્પૂન મીઠું નાખી બાફી છાલ કાઢી મેશ કરી માવો બનાવી લો.હવે બટેટાના માવા માં લાલમરચું, હળદર, ધાણાજીરું,હિંગ,મીઠું, આદુ,મરચાંની પેસ્ટ,ગરમમસાલો,દાડમના દાણા, ખાંડ, લીંબુનો રસ,કોથમીર નાખી મિક્સ કરી લો.

  2. 2

    હવે આપણો બટેટાવડાં નો માવો તૈયાર થઈ ગયો છે. હવે એમાંથી એકસરખા માપ ના લુવા લઈ બટેટાવડાં તૈયાર કરી લો. અને ઢાંકણ ઢાંકીને રાખો.

  3. 3

    એક બાઉલમાં ચણાનોલોટ,લાલમરચું, હળદર,મીઠું લઈને જરૂર પ્રમાણે પાણી એડ કરીને બૅટર તૈયાર કરો. (બૅટર ઘટ્ટ રાખવું નહીંતર બટેટાવડાં નું પડ સરખું નહીં બંને.અને તળતી વખતે તેલમાં છૂટું પડી જશે.)હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ આવી જાય એટલે તૈયાર કરેલા બટેટાવડાંને બેટરમાં એડ કરી હાથ વડે પડ બનાવી ને તેલમાં તળી લો.

  4. 4

    બધા બટેટાવડાં આ રીતે બનાવી લો. અને ગરમા - ગરમ સર્વ કરો.

  5. 5

    મે અહીંયા બટાકા વડા સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

ટિપ્પણીઓ (18)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes