વાલનુ શાક (Val Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

સાતમ સ્પેશિયલ વાલનુ શાક
છઠના દિવસે બનતું આ વાલનુ શાક સાતમના દિવસે ઠંડુ ખાવાનું એ પણ લાડવા અને પુરી સાથે ખૂબ સરસ લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 150 ગ્રામવાલ (8 કલાક સુધી પલાળી બાફેલા)
  2. 3 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  5. 2 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીઆદુની પેસ્ટ
  8. 1 ચમચીલસણની પેસ્ટ
  9. 1/2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  10. 1+1/2 ચમચી આંબલીનો પલ્પ
  11. 1 ચમચીગોળ
  12. 2 ચમચીસમારેલી કોથમીર
  13. 1/2 ચમચીસમારેલું લીલું લસણ
  14. 5-7 ચમચીતેલ
  15. 1/2 ચમચીરાઈ
  16. 1/2 ચમચીઅજમો
  17. 1આખું લાલ મરચું
  18. ચપટીહિંગ
  19. મીઠાં લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સૂકા મસાલા ઉમેરી મિક્સ કરી લો.હવે પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અજમો અને હિંગ ઉમેરી દો. હવે આખું લાલ મરચું, મીઠાં લીમડાના પાન, આદું મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી સાંતળો.

  2. 2

    હવે સૂકા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો. 1/2 કપ પાણી ઉમેરી 3 થી 4 મિનિટ સુધી થવા દો. હવે સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે આંબલીનો પલ્પ અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે બાફેલા લાલ ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  4. 4

    4 થી 5 મિનિટ સુધી થવા દો. હવે મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી લો. 2 થી 3 મિનિટ બાદ સમારેલી કોથમીર અને લસણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    તૈયાર થયેલા વાલ સર્વ કરી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes