વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#KS3
આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે.

વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#KS3
આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧/૨ કપકઠોળ ના વાલ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧ ચમચીમરચું
  4. ૧ ચમચીધાણા જીરું
  5. ૧/૨ ટી સ્પૂનહળદર
  6. ૨ ચમચીખાંડ
  7. ૧ (૧/૨ ચમચી)લીંબુ નો રસ
  8. વઘાર માટે
  9. ૩ ચમચા તેલ
  10. ૧/૪ ટી સ્પૂનઅજમો
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ વાલ ને ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો.ત્યાર બાદ તેમાં મીઠું નાખી ને બાફી લો.૪ થી ૫ સીટી વગાડવી.

  2. 2

    ત્યાર બાદ એક કડાઈ મા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો અને હિંગ નાખો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બાફેલા વાલ વઘારો.પછી તેમાં બધા મસાલા કરો.

  4. 4

    હવે તેમાં લીંબુ નો રસ અને પાણી ઉમેરી લો અને તેને ઉકળવા દો.જમણવાર મા આંબલી નો ઉપયોગ થતો હોય છે પણ મે અહી લીંબુ નો ઉપયોગ કર્યો છે.

  5. 5

    હવે તેલ ઉપર આવે એટલે તેને સર્વિંગ બાઉલ માં કાઢી લો.

  6. 6

    તો તૈયાર છે પ્રસંગો મા બનતું અને સ્વાદ મા એકદમ ટેસ્ટી એવું વાલ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes