રાજગરા આલુ સેવ (Rajgira Aloo Sev Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ફરાળ માં ખાસ દરરોજ કરતા વધારે ભૂખ લાગે છે. આ એક ફરાળી વાનગી છે છે નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. આપણા ગુજ્જુ બહેનો આમાં થી ધણા બધા ઓપ્શન બનાવી શકશે.
#ff2

રાજગરા આલુ સેવ (Rajgira Aloo Sev Recipe In Gujarati)

ફરાળ માં ખાસ દરરોજ કરતા વધારે ભૂખ લાગે છે. આ એક ફરાળી વાનગી છે છે નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. આપણા ગુજ્જુ બહેનો આમાં થી ધણા બધા ઓપ્શન બનાવી શકશે.
#ff2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
100 ગ્રામ  બનશે
  1. 1 કપરાજગરા નો લોટ
  2. 2મીડીયમ બાફેલા બટાકા
  3. 1 ટી સ્પૂનમરીનો પાઉડર
  4. 2 ટી સ્પૂનતેલ
  5. સિંધવ મીઠું
  6. હૂંફાળું પાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક બાઉલ માં બાફેલા બટાકા ને છીણી ને અંદર રાજગરા નો લોટ,મરી નો પાઉડર,તેલ અને સિંધવ મીઠું નાંખી, હૂંફાળા પાણી થી થોડો નરમ લોટ બાંધવો. 5 મીનીટ ઢાંકી ને રાખવું.

  2. 2

    તેલ ગરમ મુકવું.

  3. 3

    સેવ પાડવાના સંચા અને સેવની જાળી ને તેલ થી ગ્રીસ કરવી.

  4. 4

    રાજગરા ના લોટ ને ખૂબ મસળવો.સંચા માં જાળી મૂકી,લોટ ને સંચા માં ભરી, ગરમ તેલ માં સેવ ને પાડી, કડક તળવી. નિતારી ને કાઢી, ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બામાં માં ભરવી.

  5. 5

    નોંધ : આ સેવ બહુજ તીખી હોય છે અને ખાવા માં બહુ સરસ લાગે છે. આ સેવ ને લઈને ફરાળી સેવ પૂરી, ફરાળી ભેળ, ફરાળી ચેવડો, ફરાળી ચાટ એવી ધણી વસ્તુ બનાવી શકાય છે. સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes