દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીમગ ની મોગર દાળ
  2. 1 વાટકીઅડદ ની દાળ
  3. 2 ચમચીદહીં
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1 કિલોદહીં
  7. 2 ચમચીશેકેલા જીરા પાઉડર
  8. 2 ચમચીમરચા પાઉડર
  9. 1 ચમચીગરામ મસાલો
  10. 1/2 વાટકીદાડમ ના દાણા
  11. 1/2 વાટકીસમારેલી કોથમીર
  12. 1/2 વાટકીતળેલા માંડવી ના બી
  13. ગાર્નિશ માટે સેવ
  14. સર્વિંગ માટે મીઠી અને લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    એક મોટા બાઉલમાં બન્ને દાળને પાણીથી ધોઈ બીજું સારું પાણી લઈ,દાળ ડૂબે તેટલું પાણી રેડી ચાર કલાક દાળને પલાળો. દાળ માંથી પાણી કાઢી મિક્સર જારમાં થોડું થોડુ કરીને પીસી લેવું. આદુ મરચા પીસી લેવા.ત્યારબાદ ખીરું મોટા બાઉલમાં લઈ,આદુ,મરચા,મીઠું નાખી ખૂબ જ હલાવો. જેથી ખીરુ હોય તેના કરતા ડબલ થઈ જાય. ખીરું હલકુ થાય છે. 2 કલાક રેસ્ટ આપવો.

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી, તેલ ગરમ થાય એટલે તેમાં પાણીવાળો હાથ કરી, ગોટા મૂકતા હોય તેમ ગોળ sep માં મુકો.ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને તેલમાંથી એક ડિશમાં કાઢી લો.ઉપયોગ મા લેતા ના 30 મિનિટ પેલા એક મોટા વાસણમાં પાણી લઈ આ વડાને એડ કરો. 30 મિનિટ તેને પલાળી તે ફુલીને ડબલ થઈ જાય એટલે તેને પાણીમાંથી કાઢી એક પછી એક હાથની હથેળીથી હળવે થી દબાવીને પાણી કાઢી લેવું.વડા તૂટી ના જાય તેનું ધ્યાન રાખવું. દહીંને વલોવી તેમાં મીઠું નાખો.તમને સ્વાદ મા ભાવે તો થોડી ખાંડ ઍડ કરી શકાય.

  3. 3

    હવે એક સર્વિંગ બાઉલમાં વડા મૂકી તેમાં દહીં, ગળી ચટણી, લીલી ચટણી, લાલ મરચું પાઉડર,શેકેલું જીરું, ગરમ મસાલો ભભરાવો.પછી તેમાં બી અને દાડમના દાણા નાખી સર્વ કરો.કોથમીર અને સેવ થિ ગાર્નિશ કરો. હવે તૈયાર છે બધા ને ભાવે તેવા સોફ્ટ દહીં વડા.જે સાતમ ના દિવસે ઠંડા જમવામા લઈ શકાય છે.બધા ને ખુબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes