રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 5 નંગબટાકા
  2. 6રીંગણા
  3. 2 ચમચીસીંગદાણાનો ભૂકો
  4. 2 ચમચીગાંઠિયા નો ભૂકો
  5. 2 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીલસણ ની ચટણી
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. 1/4 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીગોળ
  11. 1/2 ચમચીજીરૂ
  12. 1/4 ચમચીહિંગ
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. 5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પહેલા બટેટાની છાલ ઉતારી લો અને બે ભાગ કરી લો અને રીંગણા માં કાપા પાડી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ઉપર મુજબના બધા મસાલા લો.અને તેની બરાબર મિક્ષ કરી લો. અને આ મસાલાને રીંગણા માં ભરી લો.

  3. 3

    હવે કુકરમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી તેમાં જીરુ અને હીંગ ઉમેરો.પછી તેમાં બટાકા નાખી બટાકા ને બે ત્રણ મિનિટ સુધી ચઢવા દો.

  4. 4

    પછી તેમાં ભરેલા રીંગણા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને તેમાં વધેલો મસાલો પણ ઉમેરી દો.

  5. 5

    અને બરાબર મિક્સ કરી તેમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી ૫ સીટી વગાડી લો. પછી ગેસ બંધ કરી દો.

  6. 6

    તૈયાર છે રીંગણા બટાકાનું ભરેલું શાક.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

ટિપ્પણીઓ (3)

mitu madlani
mitu madlani @cookmitu20
મે પણ ગાંઠીયા ના ખી બનાવી વ્યુ છે

Similar Recipes