રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
શેર કરો

ઘટકો

  1. 2-3 નંગ બટાકા
  2. 1-2 નંગ રીંગણા
  3. 1 ચમચીજીરું અને રાઈ
  4. 1-2તમાલપત્ર
  5. ચપટી હિંગ
  6. 1 ચમચીધાણાજીરું પાઉડર
  7. 1 ચમચીલાલમરચું પાઉડર
  8. 1 ચમચીલસણ ની પેસ્ટ
  9. 1/2 ચમચી હળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 3-4 ચમચીતેલ
  12. 2-3 ચમચીલીલી કોથમીર સુધારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણા અને બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ નાના કટકા કરી લયો.

  2. 2

    ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,રાઈ, હીંગ ને તમાલપત્ર નાખી મિક્સ કરી રાઈ જીરું તતડે એટલે એમાં લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા ના કટકા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકો.

  3. 3

    બટાકા શેકાઈ જાય એટલે તેમાં સુધારેલ રીંગણા ના કટકા નાખો ને બન્ને ને ધીમા તાપે શેકી ને ચડવા દયો બન્ને ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો.

  4. 4

    ત્યાર પછીના એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર,ધાણા જીરું પાઉડર અને લાલ મરચું નાખીને મિક્સ કરો ને બીજી પાંચ મિનિટ થોડી થોડી વારે હલાવતા રહો ને ધીમે તાપે ચડવા દો.

  5. 5

    બટાકા ને રીંગણ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી છેલે લીલી કોથમીર સુધારેલી નાખી મિક્સ કરો.

  6. 6

    પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes