ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Bijal
Bijal @A5511
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાડકીચણાનો લોટ ઝીણો
  2. ૧ ‌‌‌‌‌‌વાટકી ખાટુ દહીં
  3. ૨ ‌‌‌‌‌‌‌‌વાટકી પાણી
  4. 1/2 ચમચી હળદર પાઉડર
  5. 1/4 ચમચી હિંગ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૩ નંગલીલાં મરચાં
  8. ૫ ચમચીતેલ. અને તલ
  9. ગાર્નિશ માટે લીલા ધાણા અને લીલા નારિયેળ નું છીણ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં લઈ તેમા બેસન એક વાટકી દહીં અને બે વાટકી પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું

  2. 2

    પછી તેને નોનસ્ટિક પેનમાં લઈ દસથી પંદર મિનિટ સુધી હલાવતા રહેવું ગેસની આંચ મીડીયમ રાખવી

  3. 3

    પછી એક પ્લાસ્ટિકની કોથળીલઇ તેના પર તેલ લગાવી બેટર ને તવેથી ની મદદથી પાથરી દો પછી તેને,૫ મીનીટ સુધી ઠરવા દેવું

  4. 4

    પછી તેને કટ કરી રોલ વાળી દો અને તેને એક પ્લેટમાં રાખી દો.

  5. 5

    એક કડાઈમાં તેલ લઇ ગેસપર ગરમ કરી તેમાં રાઈ હિંગ લીલા મરચા સમારેલા લીમડાના પાન તલ નો વઘાર કરી તેને રોલ પર સ્પ્રિંગર કરી લેવું પછી કોથમીર અને લીલા નારિયેળ ના છીણથી ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal
Bijal @A5511
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes