ખાંડવી. (Khandvi Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#GA4
#Week12
#Khandvi
#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું.

ખાંડવી. (Khandvi Recipe In Gujarati)

#GA4
#Week12
#Khandvi
#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપચણાનો લોટ
  2. ૧ કપદહી
  3. ૨ કપપાણી
  4. ૧ ચમચીલીલા મરચાની પેસ્ટ
  5. ૧/૨હળદર
  6. મીઠું જરૂર મુજબ
  7. વઘાર માટે
  8. ચમચા તેલ
  9. ૧/૨રાઈ
  10. ૧ ચમચીતલ
  11. લીલા મરચા કાપેલા
  12. મીઠો લીમડો
  13. ૧/૨હિંગ પિક્ચર
  14. ગાર્નિશ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં દહીંની છાશ બનાવી લો. પછી છાશમાં બેસન હળદર મીઠું લીલા મરચાની પેસ્ટ ઉમેરીને બરાબર મિશ્રણને તૈયાર કરી લો. (બ્લેન્ડર થી સરસ મિક્સ કરી લેવું)

  2. 2

    હવે આ મિશ્રણને એક કઢાઈમાં લઈ ગેસ પર મૂકો ગેસની ફ્લેમ મીડીયમ સ્લો પર રાખવી. આ મિશ્રણને સતત હલાવતા રહેવું. આ મિશ્રણને 15 મિનીટ સુધી હલાવો જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું.

  3. 3

    આ મિશ્રણને નાની ડીશ પર પથરી અને ચેક કરી લેવું કે રોલ વડે છે કે નહીં. રોલા પડે તો પછી મિશ્રણને થાળી ની પાછળ ની સાઈડ પતલુ પતલુ પાથરી દેવું. દસ મિનિટ સુધી ઠંડુ થવા દેવું. પછી તેની ઉપર કાપા પાડી લેવા.

  4. 4

    રોલવાળી ને એક સર્વિંગ પ્લેટ માં મુકવા. હવે તેની ઉપર વઘાર કરીશું. એક વઘારીયા માં તેલ લઇ તેમાં રાઈ તલ લીલા મરચાં મીઠો લીમડો હિંગ નાખી વઘાર કરો.

  5. 5

    હવે વગર ખાંડવી ની ઉપર રેડો.

  6. 6

    હવે તૈયાર છે ખાંડવી કોથમીરથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes