ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#PS

આપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગ હોય તો ખાંડવી તો જમણવારમાં ફરસાણ તરીકે હોય છે જ. આજે મારા ઘરે મારા નણંદ આવ્યા હતા . મેં ખાંડવી બનાવી છે. તેમને મારા હાથની બહુ જ ભાવે છે અને આ સમયમાં બહારથી ફરસાણ લાવો એના કરતા ઘરે જ બનાવીએ તો ઘણું સારું. ખાંડવી બનાવતા વાર પણ લાગતી નથી અને બજાર જેવી જ થાય છે.

ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)

#PS

આપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગ હોય તો ખાંડવી તો જમણવારમાં ફરસાણ તરીકે હોય છે જ. આજે મારા ઘરે મારા નણંદ આવ્યા હતા . મેં ખાંડવી બનાવી છે. તેમને મારા હાથની બહુ જ ભાવે છે અને આ સમયમાં બહારથી ફરસાણ લાવો એના કરતા ઘરે જ બનાવીએ તો ઘણું સારું. ખાંડવી બનાવતા વાર પણ લાગતી નથી અને બજાર જેવી જ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 મોટો બાઉલ ચણાનો લોટ
  2. 1 બાઉલ છાસ
  3. 2 બાઉલ પાણી
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીતલ
  7. 4લીલા મરચાં
  8. 4 ચમચીતેલ
  9. 1 ચમચીખાંડ
  10. કોથમીર
  11. કોપરાનું છીણ
  12. હિંગ
  13. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટી કઢાઈમાં ચણાના લોટને ચારણીથી ચાળી લેવો.ત્યારબાદ તેમાં જે બાઉલથી ચણાનો લોટ લીધો હોય તે એક બાઉલ છાશ અને બે બાઉલ પાણી રેડવું એટલે કે એક બાઉલ લોટ લીધો હોય તો ત્રણ બાઉલ છાશ, પાણી બંને ભેગુ થઈને લેવું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,હળદર, હિંગ અને ખાંડ નાખી galinder થી મિક્સ કરવું. ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવવું.

  2. 2

    હવે સતત હલાવતા જવું. અંદર ગાઠા પડે નહીં તેનું ધ્યાન રાખવું. હવે ખાંડવી બનાવવા માટે તેનું ખીરું તૈયાર થઈ ગયું છે.એક ચમચીની મદદથી એક ડીશમાં ખીરું કાઢી તેને પાથરી દો. બે મિનીટ પછી તે easy રીતે રોલ થાય પછી ગેસ બંધ કરી દેવો. હવે પ્લેટફોર્મ પર બે-ત્રણ વાર સાફ કરી તેલથી ગ્રીસ કરી દેવું અને બાઉલને પણ તેલ થી ગ્રીસ કરવું. હવે ખીરાને થોડું લઈ તેને વાટકી ની મદદથી એકદમ પતલુ પાથરી દો. બધાજ ખીરાને આ રીતે પાથરી દો.

  3. 3

    હવે એક કઢાઈમાં તેલ લઈ, રાઈનો વઘાર કરો. રાઈ તતડે પછી તેમાં કટ કરેલા મરચાના પીસ નાખો અને બે મિનિટ થવા દો.ગેસ બંધ કરી તલ ઉમેરો. મે તલ શેકી ને લીધા છે એટલે મેં ગેસ બંધ કર્યા પછી નાખ્યા છે. હવે જે ખીરુ પથારિયું હતું તેને ચપ્પાની મદદથી બબ્બે ઈંચના કાપા પાડો. રોલ કરતા હો તે રીતે બધા જ રોલ વાળી દો.

  4. 4

    હવે એક બાઉલમાં ખાંડવી પાથરી દો. પછી તેના ઉપર વઘાર રેડો. ત્યારબાદ તેના ઉપર કોથમીર અને કોપરાનું છીણ નાખી તૈયાર કરો. ફરીથી તેના ઉપર બીજા રોલ મૂકો. તેના ઉપર વઘાર રેડો. ત્યારબાદ તેના ઉપર કોથમીર અને કોપરાનું છીન નાખો. આમ બધા જ રોલ વારાફરતી તૈયાર કરો.

  5. 5

    હવે ચટપટી ગુજરાતી ખાંડવી તૈયાર છે. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes