શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૩ વ્યક્તિ
  1. ૨ કપચણાનો લોટ
  2. ૨ કપમેથીની ભાજી
  3. ૧/૨ કપકોથમીર
  4. ૩ ચમચીવાટેલાં આદું - લીલા મરચાં
  5. ૫-૬ નંગ મરી
  6. ૨ ચમચીઆખા ધાણા
  7. ૧ ચમચીખાંડ
  8. ૧/૪ ચમચીહીંગ
  9. ૧/૪ ચમચીબેકીંગ સોડા
  10. લીંબુનો રસ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મેથીની ભાજી અને કોથમીર ધોઈને કોરી કરી ઝીણી સમારી લો. ખલમાં ધાણા અને મરીને અધકચરા વાટી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં ક્રશ કરેલાં મરી અને ધાણા, વાટેલાં આદુ મરચાંની પેસ્ટ, ખાંડ, હીંગ, મીઠું, મેથીની ભાજી અને કોથમીર ઉમેરી સારીરીતે મિક્સ કરો.

  3. 3

    મેથીની ભાજી ને લોટ તેમજ મસાલા સાથે મસળી તેમાંથી જે પાણી છુંટું પડે એનાથી જ ખીરૂ તૈયાર કરી લો. જરૂર પડે તો જ અડધો કપ જેટલું પાણી ઉમેરો.

  4. 4

    હવે, એક કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ખીરામાં ૨ ચમચી ગરમ તેલ, બેકીંગ સોડા અને તેની પર લીંબુનો રસ નાખી ખીરૂ મિક્સ કરી લો.

  5. 5

    હવે, ગરમ તેલમાં નાની સાઈઝ ના ગોટા ઉતારી મીડીયમ આંચ પર તળી લો.

  6. 6

    તો તૈયાર છે મેથીના ગોટા. લીલી, ગળી ચટણી, દહીં અથવા ચા સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes