મેથીના પકોડા (Methi Pakoda Recipe In Gujarati)

Dipti Panchmatiya
Dipti Panchmatiya @cook_27386624

મેથીના પકોડા (Methi Pakoda Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ લોકો માટે
  1. 250 ગ્રામ બેસન
  2. 100 ગ્રામ મેથીની ભાજી
  3. ઝીણા સમારેલા મરચા
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1/4 ચમચી મીઠા સોડા
  6. 1 ચમચીઆખા મરી
  7. 1 ચમચીઆખા ધાણા
  8. 2 ચમચીલીંબુનો રસ
  9. જરૂર મુજબ પાણી
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મેથીના પકોડા બનાવવા માટે પહેલા તો બેસનને ચાળી લેવું. પછી તેમાં સુધારીને સાફ કરેલી મેથી નાખવી. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો.

  2. 2

    હવે તેમાં બીજા બધા મસાલા નાખવા અને ઉપરથી લીંબુ નીચોવી દેવો પછી જરૂર પડે તેટલું પાણી નાખીને લોટ તૈયાર કરી લેવો

  3. 3

    હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલે હાથેથી મેથીના પકોડા ઉતારી લેવા. તેલને મીડીયમ તાપ પર રાખો.

  4. 4

    તો હવે આપણા ગરમ ગરમ મેથીના પકોડા તૈયાર છે તેને ચટણી અને ચા સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Panchmatiya
Dipti Panchmatiya @cook_27386624
પર

Similar Recipes