ખીચડી કટલેસ (Khichdi Cutlet Recipe In Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#LO Khichdi Cutlet | Cutlet from Khichdi | Left over recipe

ખીચડી કટલેસ (Khichdi Cutlet Recipe In Gujarati)

#LO Khichdi Cutlet | Cutlet from Khichdi | Left over recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ લેફ્ટઓવર (વધેલી) ખીચડી
  2. 1ઝીણી સમારેલ ડુંગળી (ઓપશનલ)
  3. 1સમારેલ લીલું મરચું
  4. 1 ચમચીઆદુની પેસ્ટ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 3 ચમચીબ્રેડ ક્રમ્બ્સ
  10. સમારેલ કોથમીર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ખીચડી લઈ, તેમાં ઉપરોક્ત મસાલા તેમજ કોથમીર, આદુ, મરચાં તેમજ બ્રેડ ક્રમ્બ્સ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી, બધું જ બરાબર મિક્ષ કરી મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ હથેળી પર તેલ લગાવી, મિશ્રણમાંથી લુઆ જેટલું મિશ્રણ લઈ, તેને લંબગોળ અથવા મનપસંદ શેપ આપી, કટલેસ તૈયાર કરો.

  2. 2

    આ રીતે દરેક કટલેસ તૈયાર કરો. એક ડીશમાં બ્રેડ ક્રમ્બ્સ લઈ, તેમાં તૈયાર કરેલ દરેક કટલેસને રગદોડો. આ રીતે બધી કટલેસ તૈયાર કરો.એક પેનમાં તેલ ગરમ મૂકી, કટલેસને ગોલ્ડન બ્રાઉન તળી લો અને જો ટાળવી ન હોય તો શેલો ફ્રાય પણ કરી શકાય.

  3. 3

    તૈયાર થયેલી કટલેસને ટોમેટો સોસ- મીઠી ચટણી સાથે સર્વ કરી શકાય. તો તૈયાર છે, ખીચડી કટલેસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

Similar Recipes