લેફ્ટઓવર ખીચડી કટલેટ (Khichdi cutlet recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

લેફ્ટઓવર ખીચડી નો ઉપયોગ કરીને કટલેટ બનાવવી ખુબ જ સરળ છે. આ રેસિપીમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. ખીચડી માંથી બનતી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તામાં ચા કે કોફી સાથે પીરસી શકાય. કટલેટ સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સર્વ કરવી.

#FFC8
#cookpadindia
#cookpad_gu

લેફ્ટઓવર ખીચડી કટલેટ (Khichdi cutlet recipe in Gujarati)

લેફ્ટઓવર ખીચડી નો ઉપયોગ કરીને કટલેટ બનાવવી ખુબ જ સરળ છે. આ રેસિપીમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. ખીચડી માંથી બનતી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તામાં ચા કે કોફી સાથે પીરસી શકાય. કટલેટ સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સર્વ કરવી.

#FFC8
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપવધેલી ખીચડી
  2. 1/4 કપઘઉંનો લોટ
  3. 2 ટેબલસ્પૂનબારીક સમારેલા કાંદા
  4. 1 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  5. 1 ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  6. 1/2 ટીસ્પૂનલીલાં મરચાંની પેસ્ટ
  7. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
  8. 1/4 ટીસ્પૂનહળદર
  9. 1/2 ટીસ્પૂનલાલ મરચું
  10. 1 ટીસ્પૂનગરમ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 4 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    વધેલી ખીચડી માં તેલ સિવાય બધી સામગ્રી ઉમેરીને બરાબર હલાવી લેવું. મીઠું જરૂર પ્રમાણે જ ઉમેરવું કેમકે ખીચડી માં પણ મીઠું હોય એ વાત ધ્યાન માં રાખવી.

  2. 2

    હાથ માં થોડું તેલ લગાવીને તૈયાર કરેલા મિશ્રણમાંથી એકસરખી 10 કટલેટ બનાવી લેવી.

  3. 3

    એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ થાય એટલે બધી કટલેટ ગોઠવીને હાઈ હીટ પર બંને બાજુ થી ગોલ્ડન બ્રાઉન કલર ની શેલો ફ્રાય કરી લેવી.

  4. 4

    ગરમાગરમ કટલેટ ને લીલી ચટણી કે ટોમેટો સોસ સાથે પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
spicequeen
spicequeen @mrunalthakkar
પર
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

Similar Recipes