પૌવા નો ચેવડો(pauva no chevdo recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#CB3
આ સ્વાદિષ્ટ નાસ્તો ક્રન્ચી છે.જેની સામગ્રી આરામ થી ઘર માંથી મળી જાય છે.જાડા પૌઆ હોવાં થી થોડું પાણી નો કરમો દેવાં થી પૌઆ સરસ રીતે તળી શકાય છે .

પૌવા નો ચેવડો(pauva no chevdo recipe in Gujarati)

#CB3
આ સ્વાદિષ્ટ નાસ્તો ક્રન્ચી છે.જેની સામગ્રી આરામ થી ઘર માંથી મળી જાય છે.જાડા પૌઆ હોવાં થી થોડું પાણી નો કરમો દેવાં થી પૌઆ સરસ રીતે તળી શકાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 250 ગ્રામજાડા પૌઆ
  2. 1/2 કપસીંગ દાણા
  3. 1/2 કપદાળીયા ની દાળ
  4. 1/4 કપકિસમીસ
  5. 1/4 કપસૂકું કોપરા ની ચિપ્સ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું પાવડર
  8. 2 ચમચીખાંડ પાવડર
  9. ચપટીલીંબુ નાં ફૂલ
  10. મીઠું પ્રમાણસર
  11. 1/8 ચમચીસંચળ
  12. 12-15મીઠાં લીમડા નાં પાન
  13. તળવાં માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો.પૌઆ પર જરા પાણી છાંટી ચમચી થી મિક્સ કરી કરમો આપવો.તેલમાં વારાફરતી તળવું...લીમડો, સિંગદાણા,દાળીયા,કિસમીસ અને સૂકું કોપરા ની ચિપ્સ તળી પ્લેટ પર લઈ લો.

  2. 2

    બાદ ગરમ તેલ માં થોડાં પ્રમાણ માં પૌઆ ઉમેરો.તરત પૌઆ ઉપર ફૂલી ને તરવાં લાગશે.તેને પ્લેટમાં લઈ તરતજ ગરમ હોય ત્યારે જ લાલ મરચું પાવડર અને હળદર છાંટી ચમચી થી મિક્સ કરો.આ રીતે બધાં પૌઆ તળવાં...

  3. 3

    તેમાં મીઠું, તળેલાં સીંગ દાણા...વગેરે ઉમેરી મિક્સ કરો.બાકી નાં મસાલા ઉમેરી મિક્સ કરો. એરટાઈટ ડબ્બા માં ભરી ગમે ત્યારે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Meghna Shah
Meghna Shah @Meghnasha
Mane tamari rit gami and me ae rite banavu to badha ne bahu gamyu.

Similar Recipes